સ્કિનને એકદમ સોફ્ટ, સ્મૂધ અને હેલ્ધી રાખવા માટે કરો આ ઘરેલુ ઉપાય

સુકી ત્વચા, સફેદી જેવી અનેક ત્વચા સંબધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સીઝનમાં સ્કિનને લગતી સમસ્યાઓ વધી જાય છે, જેમાં ખાસ કરીને ડ્રાય અને રફ સ્કિન થઈ જાય છે.સુકી ત્વચાના કારણે હાથ-પગમાં ખંજવાળ આવે છે. જેના કારણે ત્વચા ફાટી જવાની સમસ્યા થાય છે.આવામાં તમે ઘરે બેઠા જ તેની સારી રીતે કેર કરી શકો છો. આજે અમે તમને એવા ઉપાય જણાવીશું જેનાથી તમારી સ્કિન રહેશે એકદમ સોફ્ટ, સ્મૂધ અને હેલ્ધી.

ઘી :- ઘીમાં સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવાની ગજબ ક્ષમતા રહેલી છે. ઘી સ્કિનની રૂક્ષતા તો ઓછી જ કરે છે પરંતુ હોઠ ફાટી ગયા હોય તો પણ તે અક્સીર ઉપચાર છે. રોજ રાત્રે શરીર અને ચહેરા પર ઘીથી માલિશ કરી આખી રાત રહેવા દો. આટલું કરશો તો તમારે આખો શિયાળો મોઈશ્ચરાઈઝર વાપરવાની જરૂર નહીં પડે.

લીંબુ :- લીંબુ એક સારા હીલરનું કામ કરે છે. 1 ચમચી લીંબુનો રસ લઈને તેમાં એક મોટી ચમચી મધ મિક્સ કરી તેનો ઉપયોગ કરો. આનાથી તમારી સ્કિનમાં મોઈશ્ચર જળવાઈ રહેશે. આ મિશ્રણને ચહેરા પર લગાવી 15 મિનિટ રહેવા દો. પાણીથી ધોઈ નાંખો, જુઓ તમારી ત્વચા કેવી સોફ્ટ અને સ્મૂધ બને છે.

દહીં :- સ્કિનને સોફ્ટ અને સ્મૂધ રાખવા માટે દહીં બેસ્ટ વસ્તુ છે. તેના માટે 5 ચમચી દહીંમાં 2 ચમચી મધ મિક્સ કરીને તેમાં 2 ચમચી દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરીનને આ સ્ક્રબને આખા ચહેરા પર લગાવો અને 3-4 મિનિટ માટે મસાજ કરો. ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ નાંખો.

પપૈયું :- ત્વચાની ચમક માટે પયૈયું પણ અકસીર છે. તેનાથી સનબર્નથી પ્રભાવિત ત્વચાને રાહત મળે છે. રાતે બે ગ્લાસ પાણી સાથે પપૈયાના બે ટૂકડા ખાવાથી તમારું પેટ સાફ રહેશે, આનાથી ત્વચાને લગતી સમસ્યાઓ ઓછી થઇ જશે. કારણ કે જો પેટ સાફ ન રહે તો તેની અસર તરત જ તમારી ત્વચા પર દેખાવા લાગે છે. પપૈયાનો પલ્પ બનાવે તેનો ચહેરા પર મસાજ કરવાથી પણ ચહેરો ચમકવા લાગશે.

નારિયેળનું તેલ :- નારિયેળના તેલમાં ફેટી એસિડ્સ હોય છે. જે સ્કિનને નેચરલી મોઈશ્ચરાઈઝ કરે છે. મોંઘી ક્રીમ્સ કરતાં ઘરે જ સ્કિન પર કોકોનટ ઑઈલ હૂંફાળુ કરીને દિવસમાં એક કે બે વાર લગાવો, ઈન્સટન્ટ રિઝલ્ટ મળશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *