સ્કિનને મોટી ઉંમર સુધી યુવાન, ટાઈટ અને હેલ્ધી રાખવા માટે કરો આ ઉપાય

સ્કીનને તે કરચલીથી મુક્ત એ રાખવા માટે તે લોકો ઘણીવાર મહિલાઓ એ પાર્લરમાં પાણીની જેમ પોતાના પૈસા એ વેડફે છે. વર્તમાન સમયમાં સુંદરતા અને સાજ શણગાર માત્ર મહિલાઓ માટેજ સિમિત નથી રહ્યા આ હરોળમાં પુરુષો પણ પાછળ નથી રહેતા. આમ તો શરીરને યંગ અને હેલ્થી બનાવી રાખવા માટે હેલ્થી ખોરાક ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.

આજે અમે તમને એક એવી વસ્તુ જણાવીશું, જેણે સ્કીન પર લગાવવાથી ઘણી સમસ્યાઓ દુર થઇ જાય છે ત્વચા હંમેશા યુવાન બની રહેશે.અમે જે વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ એ છે હળદર અને મધ. સ્કિન માટે આ બંને વસ્તુઓ વરદાન સમાન છે. 20 ની ઉંમર બાદ સ્કિન ડલ અને ખરાબ થવા લાગે છે.

જો તમે 20 ની ઉંમર બાદથી આ બંને વસ્તુઓનો પ્રયોગ કરશો તો તમારી સ્કિન મોટી ઉંમર સુધી યુવાન, ટાઈટ અને હેલ્ધી રહેશે. સાથે જ ફેરનેસ પણ વધશે. તો ચાલો જાણી લઈએ ઉપાયો.

મધમાં લીંબુનો રસ અને દહીં મિક્સ કરીને લગાવવાથી ટેનિંગ દૂર થાય છે. મધમાં હળદર અને ગુલાબજળ મિક્સ કરીને લગાવવાથી ફેરનેસ વધે છે. મધમાં બેકિંગ સોડા મિક્સ કરીને હાથ-પગ પર લગાવવાથી ડેડ સ્કિન દૂર થાય છે.

મધમાં તજ પાઉડર મિક્સ કરીને લગાવવાથી પિંપલ્સ દૂર થાય છે. મધ અને નારિયેળ તેલ મિક્સ કરીને લગાવવાથી ડાઘ દૂર થાય છે. બટાકાની પેસ્ટમાં મધ મિક્સ કરીને લગાવવાથી ડ્રાયનેસ દૂર થાય છે.

1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મધ મિક્સ કરો. આ પાણીને બરફની ટ્રેમાં નાખીને ફ્રિઝરમાં મૂકી દો. 2 કલાકમાં આની આઈસ ક્યૂબ તૈયાર થઈ જશે. પછી તેને કાઢીને હાથથી 2 મિનિટ સુધી ચહેરા પર રબ કરો.

આ ઉપાયથી સ્કિનનો ગ્લો ઝડપથી વધશે અને સ્કિન સોફ્ટ પણ બનશે. આનાથી સ્કિનના ડેડ સેલ્સ દૂર થઈ જશે અને રંગ પણ ઝડપથી નિખરશે. આ ઉપાય કરવાથી સ્કિન ટાઈટ થાય છે અને પિંપલ્સ અને ડાઘ પણ દૂર થાય છે. આ ઉપાય રોજ કરવાથી કરચલીઓ પણ દૂર થાય છે.

 

 

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *