શિયાળામાં ગોળની ચા પીવાથી થાય છે ઘણા ચમત્કારી ફાયદા…

ચરબી ઘટાડવા માટે છે રામબાણ ઈલાજ શિયાળામાં ગોળનું સેવન એ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ગોળનો અલગ અલગ રીતે બધા લોકો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો તેનું વજન ઓછો કરવા માટે ઉપયોગ કરે છે. ગોળનો ઉપયોગ ઘણી બીમારીઓમાં રામબાણ ઈલાજ તરીકે પણ ઉપયોગ થાય છે. ગોળનો ઉપયોગ શિયાળામાં કરવામાં આવે તો તે એનર્જી બુસ્ટર તરીકે ઉપયોગમાં આવે છે.

તમે ગોળ ના ઉપયોગથી ચા પણ બનાવી શકો છો અને તેનાથી સ્વાસ્થ્યને લગતાં ઘણા બધા ફાયદા થાય છે. ગોળમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો આવેલા હોય છે. તે ઉપરાંત તેમાં પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો આવેલા હોય છે. તે તમારા શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરે છે.

તમારા શરીરમાં નબળાઇ આવવા દેતી નથી. તેથી ગોળનો દરરોજ આહારમાં ઉપયોગ કરવો જોઈએ. અથવા ગોળ થી બનતી વાનગી ખાવી જોઈએ. આજકાલના સમયમાં દરેક વ્યક્તિને મીઠું ખાવું પસંદ નથી. પરંતુ મીઠાઈ માટે તમે ગોળનો ઉપયોગ કરો તો સર્વ શ્રેષ્ઠ ઉપયોગ થશે. તે તમને ઘણી બધી બિમારીઓથી દૂર રાખી શકે છે.

આજકાલ બજારમાં ખાંડ અને સેક્રેરીન થી બનતી મીઠાઈ પણ મળે છે. પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. એટલા માટે ગોળ માં બનાવેલી દરેક વાનગી ખાવાનો આગ્રહ રાખો. તો ચાલો આજે જાણીએ કે ગોળ ની મદદથી તમે ચા કઈ રીતે બનાવી શકો છો? તમારા માટે એનર્જી બુસ્ટર સાબિત થશે.

મુખ્ય સામગ્રી :- ૩ ચમચી જેટલો ગોળ, બે ચમચી ચા ની ભૂકી, ૨ ઈલાયચી, એક ચમચી સુંઠ, એક પ્યાલો પાણી અને એક ગ્લાસ દૂધ, અડધી ચમચી સૂંઠ નો પાવડર અને આદુનો નાનો કટકો…

કેવી રીતે બનાવવી ગોળની ચા? :-પહેલા એક તપેલી લેવી. તેમાં પાણી ઉમેરવું. ત્યારબાદ તેમાં આદુ એલચી નો પાવડર સૂંઠ વગેરે ઉમેરી. તેને ગરમ કરવું. ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી દેવું. તેને ખૂબ જ ગરમ કરવું. હવે તેમાં ગોળ ઉમેરવું.તેને સરખી રીતે હલાવવું. હલાવ્યા બાદ તેને વધારે પ્રમાણમાં ગરમ કરવું નહીં. નહિતર ચા ફાટી જશે. ગોળની ચા પીવાથી કયા કયા ફાયદા થાય છે?

ચરબીમાં ઘટાડો :- ગોળની ચાનો નિયમિત રીતે સેવન કરવાથી વજન ઓછો થાય છે. ગોળની ચાનો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો પેટમાં રહેલી ચરબી ઘટાડો થાય છે. શરીર પતલુ બને છે. શરીરમાં રહેલું ફેટ ઓગળી જાય છે. વધારાની ચરબી દૂર થાય છે.

જો ગોળની ચા નુ દરરોજ સેવન કરવામાં આવે તો વ્યક્તિનો વજન ફટાફટ ઉતરી જાય છે. ફક્ત ૫ દિવસમાં પાંચ કે સાત કિલો વજન ઉતારવા માટે તમારે દરરોજ ગોળમાંથી બનાવેલી ચાનું સેવન કરવું જોઇએ. તે ઉપરાંત અમે ગોળમાંથી બનાવેલી ચા પીધા પછી ડાયટ પણ કરી શકો છો.

પાચનતંત્ર મજબૂત બનાવે છે. :- ગોળ ની ચા પાચનતંત્રને ખૂબ જ સક્રિય બનાવે છે. છાતીમાં થતી બળતરા દૂર કરે છે. ગોળ માં વધારે પ્રમાણમાં ગ્લુકોઝ હોઈ છે. તેમાં ખાંડ કરતાં વધારે વિટામિન અને ખનીજ તત્વો હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ગોળ નું દરરોજ સેવન કરવામાં આવે તો પાચનતંત્રને લગતા રોગોમાં ફાયદો થાય છે. જેમ કે કબજિયાત, એસિડિટી, અપચો ગેસ વગેરે જેવી સમસ્યા થતી નથી. અથવા જો થઈ હોય તો ગોળની ચાનું સેવન કરવાથી તેમાં રાહત મળે છે.

લાલ રક્ત કોશિકાઓ ની વૃદ્ધિ કરે છે. માથાનો દુખાવો કે માઈગ્રેનની સમસ્યા હોય તો ગાયના દૂધમાં બનેલી ગોળની ચા પીવી જોઈએ. તેનાથી માથામાં દુખાવા માં રાહત મળશે. જે લોકોને લોહીની કમી હોય તે લોકોએ પણ ગોળ અવશ્ય ખાવો જોઈએ અને ખાંડ ખાવાનું બંધ કરવું જોઈએ.

ગોળ ખાવાથી લોહી નું પરિભ્રમણ યોગ્ય માત્રામાં થશે. લોહી બનવાનું વધારે અનુકૂળ રહેશે. એટલા માટે દરેક લોકોએ ગોળ માં બનાવેલી ચા પીવી જોઈએ પરંતુ ગોળ વધારે પ્રમાણ માં ખાવો જોઈએ નહીં. વધારે પ્રમાણ માં ગોળ ખાવાથી સ્વાસ્થ્ય ને નુકસાન પણ થઈ શકે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *