ભગવાન શિવ નું ભોળા નામ એટલા માટે પડ્યું કારણ કે ભગવાન શિવ ખુબજ જલ્દી પ્રસન્ન થઇ જાય છે અને ભગવાન શિવ જેટલા જલ્દી પ્રસન્ન થઇ જાય છે એટલા જ જલ્દી ક્રોધિત પણ થઇ જાય છે.શિવપુરાણ માં જણાવ્યા અનુસાર ભગવાન શિવની આરાધના કરવાથી અકાલ મૃત્યુ અને કુંડળી ના દરેક પ્રકારના દોષો નું નિવારણ થઇ જાય છે.
શિવજી ને પ્રસન્ન કરવા માટે ભક્તો શિવલિંગ પર ઘણી બધી વસ્તુઓ અર્પિત કરે છે.પરંતુ ઘણી વાર ભૂલથી એવી પણ વસ્તુઓ અર્પણ કરી દે છે જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં દરેક શુભ કાર્ય અને પૂજા પાઠમાં શંખ નો પ્રયોગ શુભ માનવામાં આવે છે. પરંતુ ભગવાન શિવની પૂજામાં શંખ ને વર્જિત માનવામાં આવે છે.
તુલસીના છોડ ને હિંદુ ધર્મમાં ખુબજ મહત્વ આપવામાં આવે છે. અને ખુબજ શુભ માનવામા આવે દરેક પ્રકારના શુભ કાર્યો માં તુલસી ના પાન નો પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ તુલસીના પાન ને શિવલિંગ પર ચડાવવાની મનાઈ કરેલ છે.હકીકતમાં ભગવાન શિવજી તુલસીના અસુર પતિ નો વધ કર્યો હતો. શિવલિંગ પર તાલ નો પ્રયોગ પણ ના કરવો જોઈએ.
ભગવાન શિવ ને ચોખા ચડાવવા બાબતે શાસ્ત્રોમાં કહ્યું છે કે તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે.તેથી આવા ચોખા શિવલિંગ પર ના ચડાવવા જોઈએ. શિવલિંગ પર ભૂલથી પણ ક્યારેય સિંદુર અથવા કંકુ ના ચડાવવું જોઈએ. કંકુ ને સૌભાગ્ય નું પ્રતિક માનવામાં આવે છે. જયારે ભગવાન શિવ વૈરાગી છે.
તેથી ભગવાન શિવને કંકુ નથી ચડાવામાં આવતું.હળદર નો સબંધ પણ સૌભાગ્ય સાથે હોય છે, તેથી એ ભગવાન શિવજી ને નથી ચડાવામાં આવતી. શિવલિંગ પર ક્યારેય નારીયેલ પાણી થી અભિષેક ના કરવો જોઈએ. નારીયેલ દેવી લક્ષ્મી નું પ્રતિક માનવામાં આવે છે. તેથી તે શિવજીને અર્પણ નથી થતું.
Leave a Reply