આ પવિત્ર દિવસે સૂર્ય ઉદય પહેલા ઉઠી ભગવાન શિવનું સ્મરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

વ્રત એટલે નિયમ લઈને આચારવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. હિંદુ ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે. હિન્દૂ પૌરાણિક કથાઓમાં વિવિધ વ્રતો વિષયક જાણકારીઓ અને રીતો મળી આવે છે.ભગવાન ભોળાનાથને જે વ્યકિત સાચા દિલથી ભજનારને એમના આશીર્વાદ મળે છે

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ સાથે જોડાયેલ છે, પ્રદોષ વ્રત રાખવાથી જીવનના દરેક દુખ દુર થઇ જાય છે. આ વ્રત રાખવાથી ભગવાન શિવજીની કૃપા હંમેશા આપણા પર બની રહે છે.પ્રદોષ વ્રતમાં ભોળાનાથનું પૂજનનું વિધાન છે.

ચંદ્રને ક્ષય રોગ હતો અને તેનાથી તેને ચાલવામાં તકલીફ થતી હતી. એવું કહેવામાં આવે છે કે ભોળાનાથે તેને એ દોષના નિવારણ માટે ત્રયોદશીના દિવસે પુનર્જીવિત કાર્ય હતા.તેથી આ દિવસને પ્રદોષ કહેવામાં આવે છે. માન્યતા એવી છે કે પ્રદોષ વ્રત રાખવાથી શરીરમાં ચંદ્ર તત્વમાં સુધારો થાય છે.

શરીરમાં કોઈ પણ પ્રકારના માનસિક બેચેની સમાપ્ત થાય છે.પ્રદોષ વ્રત સૌથી મહત્વપૂર્ણ અને શુભ વ્રત માનવામાં આવે છે. પ્રદોષ વ્રત રાખવાથી ૨ ગાયો દાન કરવાથી જેટલું પુણ્ય મળે છે એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.તેમજ આ વ્રત રાખનાર વ્યક્તિ મોક્ષ ના માર્ગ પર આગળ વધે છે. પ્રદોષ વ્રત માં ત્રયોદશી ના દિવસે સૂર્ય ઉદય પહેલા ઉઠવાથી ભગવાન શિવનું સ્મરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

આખા દિવસના ઉપવાસ બાદ સૂર્ય અસ્ત થાય તેના એક કલાક પહેલા ફરી સ્નાન કરી સફેદ વસ્ત્ર પહેરવાઅને આસન પર પૂજા કરવા માટે બેસવું. અને ઓમ નમઃ શિવાય નો જાપ કરતા કરતા શિવજી પર જળ ચડાવવું તેનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. અને દરેક ઈચ્છાઓ પૂરી થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *