જાણો શારીરિક દ્રષ્ટિકોણથી ચ્યવનપ્રાશ કઈ રીતે કામ કરે છે અને તેનાથી થતાં ફાયદા વિષે

ચ્યવનપ્રાશ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. તેમણે જ પ્રથમવાર પોતાના યૌવન અને આયુષ્યને વધારવા માટે આ અસરકારી ટોનિકની શોધ કરી હતી. ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે.

આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુઃખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં એન્ટીએજિંગ તત્વ હોય છે જે સંપૂર્ણપણ હર્બલ હોય છે. તેમાં મુખ્ય સામગ્રીમાં આમળા હોય છે જેને એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ માનવામાં આવે છે.

ચ્યવનપ્રાશ કઈ રીતે તમને સદાય યુવાન રાખવામાં મદદ કરે છે? : ચહેરા પરની કરચલીઓ, રેખાઓ અને સફેદ વાળ આ બધી વસ્તુઓ ઘડપણની સૂચક છે. ચ્યવનપ્રાશમાં ભારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વ્યક્તિને હમેશાં જવાન રાખવામાં અને ઘડપણથી બચાવી રાખવામાં મદદ કરે છે. આ રસાયણોથી ભરપૂર ઉત્પાદ છે જે તમારી યુવાની ટકાવી રાખે છે.

શારીરિક દ્રષ્ટિકોણથી ચ્યવનપ્રાશ કઈ રીતે કામ કરે છે તે વિશે જાણો- કોશિકાઓની ઉંમર વધતી નથી. શરીરની પેશીઓને પોષણ આપીને સુધારે છે. મુક્ત કણોથી થનારા નુકસાનથી તમારી ત્વચાને રક્ષણ આપે છે. પાચન શક્તિને વધારે છે (જે સુંદર ત્વચા મેળવવા માટે મહત્વપૂર્ણ હોય છે) તમારા શરીરની આંતરિક પેશીઓને ઓક્સીજનની ઉણપથી બચાવે છે.

ચ્યવનપ્રાશના ભરપૂર લાભ મેળવવા હોય તો તેને સતત 100 દિવસ સુધી સવાર-સાંજ એક-એક ચમચી લેવું જોઈએ. જેમાં સવારે બ્રેકફાસ્ટ કર્યાના 20 મિનિટ પહેલાં નવશેકા દૂધ સાથે લેવું અને રાતે સૂતાના 20 મિનિટ પહેલાં લેવું. જો બાળકોને ચ્યવનપ્રાશ આપવું હોય તો એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી જોઈએ.

યૌન ઉત્તેજના વધારે છે :- યૌન ઉત્તેજનામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશમાં અનેક એવી જડીબુટ્ટીઓ હોય છે જે સેક્સ લાઈફને હમેશાં જીવંત અને સ્વાસ્થ્યને અડીખમ રાખે છે. તેનું નિયમિત સેવન સેક્સ લાઈફમાં સુધારો કરે છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. જો તમને નિયમિત ચ્યવનપ્રાશ ખાવાની આદત હશે તો તમારું કોલેસ્ટ્રોલ હમે્શા કંટ્રોલમાં રહેશે.

ઈન્ફેક્શન સામે રક્ષણ, ચ્યવનપ્રાશનું સેવન શરદી અને સંક્રમણ સામે રક્ષણ આપે છે.ડિપ્રેશનને દૂર કરે છે. જો તમે ડિપ્રેશનની સમસ્યાથી પીડાતા હોવ તો ચ્યવનપ્રાશ તમારા માટે બેસ્ટ વસ્તુ છે. જોકે તમને ઝડપી રાહત નહીં મળે તેમ છતાં થોડા દિવસોમાં તમે પોતે ફરક અનુભવશો.

માસિકની સમસ્યા કરે દૂર :- ચ્યવનપ્રાશનું સેવન કરવાથી માસિક ધર્મને નિયમિત રહે છે. તેની સાથે જ તે પ્રિમેન્સુએલ સિન્ડ્રોમની સંભાવનાને પણ દૂર કરે છે. સાથે જ દુઃખાવામાં પણ રાહત આપે છે.

વિષાક્ત પદાર્થોને કરે દૂર :- નિયમિત રીતે ચ્યવનપ્રાશનું સેવન કરવાથી લોહી, લિવર અને આંતરડામાં રહેલાં વિષાક્ત પદાર્થોને દૂર થાય છે.

બ્લડપ્રેશરને કરે કંટ્રોલ :- નિયમિત ચ્યવનપ્રાશનું સેવન બ્લડપ્રેશરને હમેશાં નિયંત્રણમાં રાખે છે. બ્લડપ્રેશરના દર્દીઓ માટે આ એક બેસ્ટ મેડિસિન છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *