જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે ફક્ત આપણા શરીરની સુંદરતાને બગાડે છે અને વિશેષ તો તે ચહેરાની સુંદરતાને બગાડે છે. મસ્સા એ મુખ્યત્વે કાળા અને ભૂરા હોય છે. ઘણીવાર તો તે તમારા શરીર પર આપોઆપ નીકળી જાય છે પરંતુ, અમુક સારવાર પછી તે દૂર થઇ જાય છે! તે ચેપી હોય છે, તેનો ચેપ શરીરના અન્ય ભાગોમા પણ ફેલાય શકે છે. આ સમસ્યા તમને ગરદન, હાથ, પીઠ, હડપચી, પગ વગેરે જગ્યાઓ પર થઇ શકે છે.

ચહેરા પર મસ્સા થવાની સમસ્યા એકદમ સામાન્ય બની ચુકી છે. જો તમે પણ મસ્સાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો અને તેનાથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો આજે તમને અમુક એવા ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીશુ કે, જે મહદ અંશે તમારી આ સમસ્યાને દૂર કરી શકે છે, તો ચાલો જાણીએ ક્યા છે આ ઉપાયો?

ઘરગથ્થુ ઉપાયો : મસાની સમસ્યાને દૂર કરવા માટે બટાકાને સમારો અને તેના એક ટુકડાને તમારા મસા પર ઘસો, દિવસમા ૩-૪ વખત આ કામ કરો. આ ઉપાય અજમાવવાથી થોડા જ દિવસોમા તમને મસાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ સિવાય જો તમે કેળાની છાલના અંદરના ભાગને મસા પર ઘસો તો તેનાથી પણ તમારી આ સમસ્યા દૂર થાય છે.

આ ઉપરાંત જો તમે લીંબુ અને સફરજન લો અને ત્યારબાદ તેનો રસ કાઢી તેને દિવસમા કમ સે કમ ત્રણ વખત તમારા મસા પર લગાવો તો તમારા મસાની સમસ્યા તુરંત દૂર થઇ જશે. આ ઉપરાંત જો તમે વહેલી સવારે નિયમિતપણે ડુંગળી સાથે તેનો રસ પણ મસા પર લગાવો તો આ સમસ્યામાંથી તમને તુરંત મુક્તિ મળશે.

આ સિવાય જો તમે રાત્રે મસા પર બેકિંગ સોડા અને કેસ્ટર ઓઇલનુ મિશ્રણ લગાવી ત્યારબાદ સુવા માટે જાવ અને નિયમિત આ ઉપાય અજમાવો તો તમને મસાની સમસ્યામાંથી સરળતાથી મુક્તિ મળી જશે. આ સિવાય રાત્રે સૂતા પહેલા જો તમે તમારા મસા પર મધ લગાવો અને સવારે ઊઠીને તરત જ આ ભાગને સાફ પાણીથી ધોઈ લો તો તમારી મસાની સમસ્યા તુરંત દૂર થઇ જશે.

આ સિવાય જો તમે લસણની કળીઓ છોલીને ત્યારબાદ તેને કાપીને તેને તમારા મસા પર ઘસો તો ટૂંક સમયમા જ તમારી મસાની સમસ્યા દૂર થઇ જશે. આ સિવાય તાજા સમારેલા પાઇનેપલને નિયમિત તમારા મસા પર લગાવો તો આ મસાની સમસ્યામાંથી તમને ટૂંક સમયમા જ રાહત મળી શકે છે.

આ સિવાય અળસીના બીજને પીસીને અથવા તો અળસીના ઓઇલ સાથે મધને મિક્સ કરો અને ત્યારબાદ તેને ૪-૫ દિવસ માટે નિરંતર તમારા મસા પર લગાવો તો તમને મસાની સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે. આ સિવાય લસણ પણ મસાની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક માનવામા આવે છે. જો તમે લસણની કળીને છોલીને ત્યારબાદ તેને હળવા હાથે મસા પર લગાવો અને તેને થોડીવાર માટે સુકાવા દઈ ત્યારબાદ તમારુ મોઢાને સાફ પાણીથી ધોઈ લો તો તમને આ સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *