આપણા શાસ્ત્રોમા દૂધ ને સંપૂર્ણ આહાર તરીકે ઓળખવામા આવે છે, દૂધ પીવુ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે દૂધ એ તમારા શરીરને પણ નુકસાન પહોંચાડે છે.જો તમે દૂધ નુ સેવન અમુક ખાદ્ય ચીજવસ્તુઓ સાથે કરવામા આવે તો તે ઝેરી બની જાય છે. તો ચાલો આજે આ લેખમા જાણીએ કે, કઈ એવી વસ્તુઓ છે જેનુ સેવન દૂધ સાથે ના કરવુ જોઈએ.
અડદ ની દાળ અને દૂધ : તમે ઘણીવાર તમારા ઘરના વડીલો પાસેથી આ વાત સાંભળી હશે કે, દાળ ખાધા પછી દૂધ પીવુ જોઈએ નહીં. કારણકે, અડદની દાળ સાથે દૂધ નુ સેવના કરવાથી પેટમા ગેસ ની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. માટે આ બંને વસ્તુઓ નુ ક્યારેય પણ એકસાથે સેવન ના કરવુ.
દહીં અને દૂધ : આપણે સૌ જાણીએ છીએ કે, દહી એ દૂધમાંથી જ બને છે પરંતુ, મોટાભાગના લોકો એ જાણતા નથી કે દહી ખાધા પછી જો દૂધ પીવામા આવે તો તે ઝેર સમાન સાબિત થઇ શકે છે, તેના કારણે તમે અનેકવિધ પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓથી પીડાઈ શકો છો.
ડુંગળી અને દૂધ : જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, ડુંગળી સાથે દૂધ નુ સેવન કરવા થી તમારા શરીર મા ખંજવાળ , દાદ અને એલર્જી જેવી અનેકવિધ પ્રકાર ની બીમારી ઓ થઈ શકે છે. તેથી, ડુંગળી ખાતા સમયે દૂધ નુ સેવન ટાળવુ જોઈએ.
મસાલાવાળા ખોરાક અને દૂધ : આ ઉપરાંત જો તમે મસાલાવાળા ખોરાક સાથે દૂધ નુ સેવન કરો છો તો તે તમારા શરીર માટે ઝેર સમાન સાબિત થઇ શકે છે, માટે ભૂલથી પણ આ બંને નુ સાથે સેવન ના કરવુ.
દૂધ અને ખાટી વસ્તુઓ : જ્યારે દૂધમા કોઈપણ ખાટી વસ્તુ ઉમેરવામા આવે તો તે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ઝેર સમાન સાબિત થઇ જાય છે. તેથી, દૂધ સાથે કોઈપણ ખાટી ચીજવસ્તુ કે ખાટા ફળો નુ સેવન કરવાનુ ટાળવુ જોઈએ. આ બંને વસ્તુઓનુ સંયોજન તમારા પેટ માટે ઝેરી સાબિત થઇ શકે છે.
દૂધ અને માછલી : દૂધ અને માછલી નુ એકસાથે સેવન એ તમારી ત્વચા માટે ઝેરરૂપ સાબિત થઇ શકે છે. દૂધ સાથે માછલી નુ ક્યારેય ભૂલથી પણ સેવન ના કરવુ જોઈએ. આ બંને નુ એકસાથે સેવન એ પેટમા ઝેરી રસાયણો બનાવે છે અને તેના કારણે પેટમા તીવ્ર પીડા , ખેંચાણ અને અપચો ની સમસ્યા ઉત્પન્ન થાય છે. આ બંને નુ સેવન હૃદય સાથે સંકળાયેલ સમસ્યાઓ નુ જોખમ વધારી શકે છે.
દૂધ અને નમક : આ સંયોજન ને એકસાથે લેવાની ભૂલ તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. આ બંનેના એકસાથે સેવનથી બ્લડપ્રેશર અને હૃદયરોગ થવાની સંભાવનામા વૃદ્ધિ થઇ જાય છે, માટે ક્યારેય ભૂલથી પણ આ બંને વસ્તુઓ નુ એકસાથે સેવન ના કરવુ.
Leave a Reply