આપણા દિવસની શરૂઆત શંખનો અવાજ સાંભળીને થાય તો સંપૂર્ણ દિવસ શુભ વિતે છે. આમ તો આપણે શંખનો ઉપયોગ પૂજાઘરમાં કરતા જ હોઈએ છીએ. અને મંદિરોમાં શંખની અવાજ સાંભળવા મળી જાય છે. શંખને વગાડવાની પ્રથા યુગોથી ચાલતી આવી છે.એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શંખ રહેલો હોય તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે.
શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે શંખ માતા લક્ષ્મીનો ભાઈ છે. શંખ સમુદ્ર મંથનમાંથી એક રત્ન તરીકે મળી આવ્યો હતો. આ શંખ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે અને માતા લક્ષ્મીજી ત્યાંજ નિવાસ કરે જ્યાં શંખનો વાસ હોય છે.
શંખનો ઉદ્ભવ કેવી રીતે થયો? : ધાર્મિક ગ્રંથો અનુસાર શંખનો ઉદ્ભવ લક્ષ્મીજીની જેમ સમુદ્રમાંથી થયો હતો, તેથી જ શંખ લક્ષ્મીનો ભાઈ હોવાનું કહેવાય છે. શંખ સમુદ્ર મંથન વખતે પ્રાપ્ત થતા ચૌદ રત્નોમાંથી એક છે. શંખને શુભ માનવામાં આવે છે કારણ કે લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને શંખને તેમના હાથમાં રાખે છે.
શંખના પ્રકાર: શંખના આકારને આધારે, તે સામાન્ય રીતે ત્રણ પ્રકાર તરીકે ગણવામાં આવે છે, દક્ષિણવૃત્ત શંખ, મધ્યવૃત્ત શંખ અને વામવૃત્ત શંખ. ભગવાન વિષ્ણુનો શંખ દક્ષિણવૃત્ત છે. લક્ષ્મીજીને વામવૃત્ત શંખ પસંદ છે અને વામવૃત્ત શંખ જો ઘરમાં હોય તો ક્યારેય આર્થિક સંકટ આવતુ નથી.
આ સિવાય મહાલક્ષ્મી શંખ, મોતી શંખ અને ગણેશ શંખ પણ જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણ પાસે પાંચ જન્ય શંખ હતો, જેનો અવાજ કેટલાંયે કિલોમીટર સુધી પહોંચતો હતો. પંચજન્ય ખૂબ જ દુર્લભ શંખ છે. એવું કહેવામાં આવે છે કે મહાભારતના યુદ્ધમાં આ શંખના અવાજથી, જે પાંડવ સૈન્યમાં ઉત્સાહનો સંચાર થયો યુદ્ધના મેદાનમાં દુશ્મન સેનામાં ભય ફેલાયો હતો.
પૂજામાં શંખ વગાડવાનો ફાયદો: પૂજા-વિધિમાં શંખના ધ્વનિથી વાતાવરણ શુદ્ધ બને છે. જ્યાં સુધી તેનો અવાજ જાય છે, તે સાંભળીને મનમાં હકારાત્મક વિચારો ઉત્પન્ન થાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવું કહેવામાં આવે છે કે શંખમાં પાણી રાખીને અને તે પાણીને છાંટવાથી પર્યાવરણ શુદ્ધ થાય છે. શંખ વગાડવાથી ફેફસાંનો વ્યાયામ થાય છે.
પુરાણોમાં ઉલ્લેખ છે કે જો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને ફેફસા બરાબર કામ ન કરતા હોય તેવી સ્થિતિમાં શંખ વગાડવાથી ફાયદો થાય છે. શંખમાં રાખેલા પાણીનું સેવન કરવાથી હાડકાં મજબુત થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ શંખમાં આવા ઘણા ગુણધર્મો છે, જે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે.
Leave a Reply