જો શનિ દેવની મહેરબાની પ્રાપ્ત કરવી હોય તો કરો દરરોજ આ કામ

જે પણ વ્યક્તિઓ ખરાબ ઈરાદે કાર્ય કરે છે તેમજ ખોટી રીતે નાણા કમાતા હોય છે, તેમણે ભગવાન શનિના ક્રોધ નો સામનો કરવાનો થાય છે. પણ જે વ્યક્તિઓ ઈમાનદારી થી તેમજ મહેનતથી નાણા મેળવે છે, તેમના પર ભગવાન શનિ ની અસિમ કૃપા કાયમ માટે રહે છે.કર્મો અનુસાર ભગવાન શનિ પરીણામ આપે છે. જો માણસ સૌથી વધુ કોઇ ગ્રહ થી ડરતો હોય તો તે ભગવાન શનિ છે.

સૂર્ય પુત્ર શનિનુ નામ સાંભળતાની સાથે જ મન તમામ પ્રકારની અનિષ્ટની શક્યતાને લીધે ડરવા લાગે છે. ભગવાન શનિ તેને ઘણી જાતની અગ્નિપરીક્ષામાથી પસાર કરાવે છે અને તેને સ્વર્ણની જેમ તેજસ્વી બનાવે છે. ભગવાન શનિની નજર ઘર કે પરિવાર પર પડે એટલે જીવનમા સમસ્યાના વાદળો ઘેરાવા લાગે છે.તેથી જ વ્યક્તિઓ શનિની દશા ચાલુ હોય ત્યારે ઘણા નૂસ્ખાઓ કરવા લાગે છે.

પૌરાણિક કથાઓ અનુસાર, શનિ મહારાજ નો જન્મ સાયન મિથુનના સૂર્યમા તથા મિથુનના ચંદ્રમા જયારે સૂર્ય ચંદ્ર સમકક્ષમા થતા વૈશાખ વદ અમાસ ના રોજ થયેલ.જેના પર શનિની કુદ્રષ્ટિ પડે કે જન્મ રાશિથી ચાર – આઠ સ્થાનમા શનિ ફરતો હોય અથવા પોતાની રાશિથી ૧૨-૧-૨ ભાવમા ફરતો હોય ત્યારે નાની મોટી સમસ્યા આવે છે

જીવનમા મોટુ દુ:ખ, પીડા, હાનિ તથા તવંગરને ગરીબ બનાવી નાખે છે. તો ચાલો આપણે ભગવાન શનિના તે ખાસ નૂસ્ખાને જાણીએ કે જેનાથી શનિનો દોષ નિવારી શકાય અને તેના તમામ કામોની શરૂઆત થાય છે. જો શનિની મહેરબાની પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલા તમારે માતા-પિતાનો આદર કરવો જોઈએ અને તેમની સેવાચાકરી કરવાની જરૂર છે.

જો તે નજીક ન હોય, તો તમે તેમના ફોટા ને નમસ્કાર કરવા.કાયમ ફોમ કરો તથા આશીર્વાદ મેળવો. શનિનો આ નૂસ્ખો તમને ચમત્કારીક લાભ પ્રદાન કરશે.  શનિમહારાજના દોષને નિવારવા માટે કાયમ તમારે તેમનો મંત્ર ”ॐ प्रां प्रीं प्रौं स: शनिश्चराय नम:” ની ત્રણ વખત માળા કરવી.આજુબાજુ ના કાળાં શ્વાન ને તેલ લગાવેલી રોટી તથા મિષ્ટાન્ન ખવડાવવું.

જો આ નૂસ્ખો અજમાવી નો શકો તો તેને બિસ્કીટ આપો. તેવી જ રીતે ભગવાન શનિ પણ કાળાં રંગના ગાયની સેવા કરવાથી ખુશ થાય છે અને તેમના મારફત થતા દોષોનો નાશ કરવામા આવે છે.શનિવારના રોજ પીપળાના વૃક્ષની આજુબાજુ સાત વખત સુતરના દોરાને બાંધો. દોરાને બાંધતા સમયે શનિના મંત્રનુ જાપ કરવાનુ ચાલુ રાખો.

આ પછી, દિવડાનુ દાન કરવુ. આ સાથે જ શનિવાર ના રોજ ફક્ત એક જ વખત મીઠું અથવા મસાલા વિના સાદો ખોરાક તથા ખિચડી બનાવી જોઇએ. શનિગ્રહને લગતી તકલીફો દૂર કરવા માટે દાન એક અક્સિર રસ્તો ગણાય છે. શનિમહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે  લોખંડ, કાળા તીલ, અડદ, કુલથી, કસ્તુરી, કાળું કાપડ, કાળા ચપ્પલ, ચા ની ભુક્કી વગેરે વસ્તુઓ નુ દાન કરવુ.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *