આ શક્તિશાળી મંત્રથી બદલાઈ શકે છે તમારી કિસ્મત, કરો દુર્ગાના આ મંત્રનો જાપ

મંત્રોમાં ખુબજ શક્તિ હોય છે. ગ્રંથમાં આમ તો અનેક મંત્રોનો ઉલ્લેખ છે પરંતુ તેમાંથી અમુક સૌથી વધારે પ્રભાવશાળી છે. જીવનમાં આવતી અનેક નાની-મોટી સમસ્યાઓનો અંત આ મંત્રના જાપથી આવી શકે છે. તો જાણી લો કયા કયા છે આવા પ્રભાવી મંત્ર.

માં દુર્ગાને શક્તિની દેવી કહેવામાં આવે છે. માં દુર્ગાના વિશેષ આશીર્વાદ અને પોતાનું નશીબ ચમકાવવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ.. નવરાત્રીમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને તેમના ભક્તોને આશીર્વાદ આપે છે.

માં દુર્ગાના શક્તિશાળી મંત્રોનો જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે માં દુર્ગાના શક્તિશાળી મંત્રોનો જાપ કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પુરી થાય છે અને આ મંત્રોનો જાપ કરવાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે.સારા સ્વાસ્થ્ય માટે અને રોગમાંથી મુક્તિ મેળવવા માટે નીચેના મંત્રના સવાલાખ જાપ કરવા

रोगानशेषानपहंसि तुष्टा,
ददासि कामान् सकलान भीष्टान्।
त्वामाश्रितानां न विपन्नराणां
त्वामाश्रिता ह्याश्रयतां प्रयन्ति।।

રોગથી બચવા માટેનો મંત્ર : માં દુર્ગાનો આ મંત્ર રોગથી દૂર રહેવામાં મદદ કરે છે, સાથે સાથે સારું સૌભાગ્ય પણ આપે છે. પૂજા દરમિયાન આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ.

देहि सौभाग्यमारोग्यं देहि मे परमं सुखम्। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि ॥

ધનની અછતને દૂર કરવાનો મંત્ર : માં દુર્ગાનો આ મંત્ર ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિને દેવા વગેરેથી મુક્તિ મળે છે.

दुर्गेस्मृता हरसि भीतिम शेष जन्तौ:,
स्वस्‍थै:स्मृता मतिमतीव शुभां ददासि:।
दारिद्र्य दुख:हारिणी का त्वदन्या,
सर्वोपकार कारणाय सदार्द्र चित्रा।।

મનપસંદ જીવનસાથી માટે : આ મંત્રનો જાપ કરવાથી મનગમતો જીવનસાથી મળે છે.

पत्नी मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्। तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्॥

તમામ પ્રકારના કલ્યાણ માટે મંત્ર :

सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके। शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते॥

ધન સંપત્તિ માટે મંત્ર : જો જીવનમાં પૈસાની અછત હોય તો આ મંત્રનો જાપ કરવો જોઈએ.

सर्वाबाधाविनिर्मुक्तो धनधान्यसुतान्वित:। मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशय:॥

સંકટ દૂર કરવા માટે મંત્ર : જે લોકોના જીવનમાં સતત સમસ્યાઓ આવતી રહે છે, તેમણે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

शरणागतदीनार्तपरित्राणपरायणे। सर्वस्यार्तिहरे देवि नारायणि नमोऽस्तु ते।।

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *