જાણો લગ્નની એક રાત પહેલા છોકરીઓને સતાવે છે આ પ્રકારનો ભય

લગ્ન એક એવો સબંધ છે જે આખી જિંદગી નો હોય છે. આ કોઈ બાળકો વાળી મિત્રતા નથી જે પસંદ ના આવે તો તોડી દેવાય. અને તેથી જ છોકરી પોતાના થનારા પતિ વિશે વિચારે છે.  જીવન માં લગ્નનો નિર્ણય લેવો આસન નથી હોતો, ખાસ કરીને છોકરીઓ માટે.લગ્નને લઇને દરેક છોકરીના મનમાં ઘણા બધા અરમાન હોય છે.

લોકોને લાગે છે કે છોકરીઓ પોતાના લગ્નની એક રાત પહેલા ફક્ત પોતાના હનિમૂન ડેસ્ટીનેશનને લઇને વિચારતી હશે. પરંતુ એવુ બિલકુલ નથી. પોતાના લગ્નની એક રાત પહેલા દરેક છોકરીને એ ડર જરુર સતાવે છે કે શુ તે લગ્નમાં ઉતાવળતો નથી કરી રહીને અને શુ લગ્ન જેવી મોટી જવાબદારી લેવા લાયક થઇ ગઇ છે

શુ લગ્ન માટે હજી થોડો સમય લેવો જોઇએ.અમે તમને જણાવી દઈએ કે લગ્ન ની એક રાત પહેલા છોકરીઓ ના મન માં કેવા પ્રકારના સવાલો આવતા હોય છે. શું લગ્ન માટે જલ્દબાઝી તો નથી કરી લીધી ને મોટા ભાગની છોકરીઓ વિચારે છે કે શું તેમને લગ્ન માટે કોઈ ઉતાવળ તો નથી કરી ને, શું તેને હજી થોડો સમય રાહ જોવાની જરૂર હતી?

એક પ્રકારનો ભય સતાવે છે કે શું એ આવનારી જવાબદારીઓ સંભાળી શકશે એના માટે તે લાયક છે કે નહિ. એ વિચારે છે કે શું મારે મમ્મી પપ્પા પાસે લગ્ન માટે હજી થોડો સમય માંગવાની જરૂર હતી..જીવન સાથી માટે લગ્ન એક એવો સબંધ છે જે આખી જિંદગી નો હોય છે. આ કોઈ બાળકો વાળી મિત્રતા નથી જે પસંદ ના આવે તો તોડી દેવાય.

છોકરી પોતાના થનારા પતિ વિશે વિચારે છે. તેના મન માં એ સવાલ ઉઠે છે કે જે વ્યક્તિ સાથે તે લગ્ન થવાના છે શું એ જીવન ભર તેનો સાથ આપશે. શું આ છોકરો તેના માટે યોગ્ય છે?સાસરિયા વાળા નું વલણ, લગ્નની વાત ચાલુ થઇ ત્યારથી લઈને લગ્ન ની આગલી રાત સુધી એજ વિચારોમાં ડૂબેલી રહે છે કે સાસરિયામાં તેની સાથે કેવું વર્તન કરવામાં આવશે.

શું તેને પોતાના ઘર જેવું જ વાતાવરણ મળી રહેશે, તેને પોતાના ઘરની સદસ્ય બનાવથી એ લોકો ખુશ હશે? છોકરીના મનમાં પોતાના સાસુ સસરા ના વ્યવહાર ને લઈને ઘણા સવાલ થતા હોય છે. તે એ જ વાત થી પરેશાન રહે છે કે તેને પોતાના જેવું માન સમ્માનઅને પ્યાર મળશે કે નહિ..લગ્ન માટે ખુબજ મોટા બજેટ ની જરૂર હોય છે.

લગ્નના દરેક કામમાં ધન ની આવશ્યકતા હોય છે. દરેક છોકરી પોતાના લગ્ન દરમિયાન થતા ખર્ચ ને જોવે છે. અને ઘણી વાર તો પોતાના પિતાની ઉપર ખુદને એક જવાબદારી જેવું મહેસુસ કરે છે. એ વિચારે છે કે એ પોતાના માતા પિતા માટે એક બોજ તો નથી બની ચુકી ને..છોકરીઓના મનમાં લગ્નની પહેલી રાત સાથે જોડાયેલ પણ કેટલાક સવાલો હોય છે.

તે વિચારે છે કે શારીરિક સબંધ બનાવવા માટે તે હજી તૈયાર નથી હોતી તો આ વાત એ પોતાના પાર્ટનર ને કેવી રીતે જણાવશે. શું એને ના પડવાથી તેને ખરાબ લાગશે, તેના મન માં એવી વાત તો નહિ આવે ને કે હું એને પ્રેમ નથી કરતી, વગેરે જેવી અનેક મુંજવણો હોય છે છોકરીના મનમાં.

 


Posted

in

, ,

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *