તમારે 10000 રૂપિયા પહેલા જમા કરાવવાના રહેશે, 30 લાખ રૂપિયા ભારત સરકાર દ્વારા મોકલવામાં આવશે, અને જાણો આ વાત….

સમગ્ર દેશમાં સાયબર ફ્રોડ ના કિસ્સા ખૂબ જ વધી ગયા છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા , ઈ-મેલ , અને મેસેજ કરીને લોકોને છેતરપિંડી નું કામ કરી રહ્યા છે. આ લોકો થી બચવા માટે તમારે ખૂબ જ સાવચેત રહેવું પડશે. ઠગ લોકો દ્વારા અલગ-અલગ લાલચ આપીને લોકોને પોતાની જાળમાં લેતા હોય છે. ભારત સરકાર દ્વારા લોકોને જાગૃત થવા માટે અનેકવાર અપીલ કરવામાં આવી છે.

 

તમારા મોબાઇલમાં અલગ અલગ રીતે આ મેસેજ આવી શકે છે જેમાં તમને 30 લાખ રૂપિયા આપવાની લાલચ આપતા હોય છે તેમાં એક પત્ર પણ મોકલવામાં આવતો હોય છે જેમાં ભારત સરકાર નો એક લોગો લગાડેલો હોય છે જેથી કરીને દરેક લોકો આ વાત જલ્દીથી માની લે. આ પત્રમાં એવું કહેવામાં આવશે કે તમને 30 લાખ રૂપિયાની લોટરી લાગી છે.

 

પરંતુ તમારા બેંક માં કેટલીક સમસ્યાઓના કારણે તમારે 10000 રૂપિયા પહેલા જમા કરાવવાના રહેશે ત્યારબાદ તમારા ખાતામાં તાત્કાલિક ધોરણે 30 લાખ રૂપિયા ભારત સરકાર દ્વારા મોકલવામાં આવશે. જે આ સમગ્ર ઘટના ફક્ત ભોળા માણસો ને છેતરવા નો નવો રસ્તો અપનાવ્યો છે.

 

ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે કેટલાક છેતરપિંડી કરનારા લોકો દ્વારા ડુબલીકેટ પત્ર જાહેર કરવામાં આવ્યું છે અને ખાતામાં 3000000 નાખવાની વાત તદ્દન ખોટી છે. તેમજ ભારત સરકાર દ્વારા આવી કોઈ સંસ્થા કામ કરતી નથી અને ભારત સરકાર દ્વારા તમારા જોડે થી કોઈપણ પૈસા વસૂલ કરવામાં આવતા નથી અને ભારત સરકાર દ્વારા આવી કોઈ સંસ્થા હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી. દરેક વ્યક્તિ જાગૃત થવાની જરૂર છે અને આવા કોઈ વ્યક્તિને પૈસા ખાતામાં નાખવા જોઈએ નહિ.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *