ઘણા લોકોને રાત્રે કે દિવસે સુતા સમયે સપના આવતા હોય છે. સપનામાં જોવામાં આવતી વસ્તુઓને અવગણવું ન જોઈએ, કારણ કે આ વસ્તુઓની મદદથી આપણને ઘણીવાર ભવિષ્યમાં શુ થવાનું છે. તેના વિશે સંકેત મળે છે. ઘણા લોકોને તેમના સપનામાં પૂર્વજોને જુએ છે.
ગરુણ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિનો પિતૃ પક્ષમાં સ્વર્ગીય પરિવાર હોય તો તે સપનામાં દેખાય છે. તો આ એક વિશેષ પ્રકારનો સંકેત છે. તેથી સપનામાં સ્વર્ગીય કુટુંબના સભ્યને જુએ છે પણ તમે તેને અવગણવું જોઈએ નહીં અને સમજવાનો પ્રયાસ કરો કે તમને શું કહેવા માંગે છે.
સપનામાં જોવા મળે કુટુંબ, તો મળે છે ભવિષ્ય સાથે સંબંધિત સંકેત :- સપનામાં પિતરોને દેખાવવાના ઘણા અર્થ હોય છે. તેઓ સપનામાં તમને શું કરતા હોવ જોવા મળે છે.તેના પર નિર્ભર હોય છે કે તેઓ તમને શું કહેવા માગે છે અથવા તેઓ તમને કઈ વસ્તુ સૂચવે છે. આજે અમે તમને કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે નીચે મુજબ છે..
કુટુંબના સભ્યોને બીમાર કે મુશ્કેલીમાં જોવા :- સપનામાં જો તમને તમારા પૂર્વજો માંદા કે મુશ્કેલીમાં જોવા મળે, તો તેનો અર્થ એ છે કે તેમની આત્મા શાંત નથી. તે દુ:ખમાં છે. સપનામાં પૂર્વજો નારાજ દેખાય તો તમારે પૂર્વજ માટૅ સારી રીતે તર્પણ, શ્રાદ્ધ અથવા દાન વગેરે કરવું જોઈએ.જેથી તેઓને શાંતિ મળી શકે.
કુટુંબને સ્વસ્થ કે ખુશ જોવું :- પિત્રુ પક્ષ દરમિયાન સપનામાં પૂર્વજોએ ખુશ દેખાય.તો સમજો કે તેમની આત્મા ખૂબ શાંત છે અને તેઓ તમારાથી ખુશ છે. તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી અને તેઓ તમને આશીર્વાદ આપવા માટે આવ્યા છે.તમારા દ્વારા જે કામ કરી રહ્યા છો. તેમને જોઈને તેને ખુશી મળે છે.
કંઈક વસ્તુ આપવી :- સપનામાં પિતૃ તમને કંઈક આપતા જોવાય છે. તો તે આ શુભ સંકેત છે. તેનો અર્થ એ કે તમને આર્થિક લાભ મળશે અને નસીબ ખુલવા જઈ રહ્યા છે.
જીવતો વ્યક્તિ મૃત જોવું :- સપનામાં જો કોઈ જીવતો વ્યક્તિ મૃત જોવા મળે છે. તો તમે ડરો નહિ કારણ કે આ પ્રકારનું સપનું આવવાનો અર્થ એ છે કે તેની ઉંમર વધી ગઈ છે. પુરાણો અનુસાર, કોઈ વ્યક્તિ સપનામાં મૃત્યુ થયેલ જોવા મળે, તો આ શુભ સંકેત ગણાય છે. આનો અર્થ એ છે કે તે વ્યક્તિની આયુષ્ય વધવાની છે.
ન કરવી આ ભૂલ :- પુરાણોમાં પિતૃઓનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે મનુષ્યના મૃત્યુ પછી તેને વારંવાર યાદ ન કરવુ જોઇએ. મૃત વ્યક્તિને વારંવાર યાદ કરવાથી તેમના આત્માને ઠેસ પહોંચે છે.
ઉપરાંત તમારા ભાગ્ય પર ખરાબ અસર પડે છે. તેથી, તમારે તમારા પિતૃઓને વારંવાર યાદ ન કરવા જોઈએ. શ્રાદ્ધ શરૂ થયા પર તેને નામનું દાન કરવું અથવા તેમની પૂજા કરો.આ કરવાથી તેઓને શાંતિ મળે છે, આ ઉપરાંત કુંડળીમાં પિતૃ દોષ પણ નથી લાગતું.
Leave a Reply