દરેક ઘરમાં મહિલાનો દરજ્જો ઉચ્ચો માનવામાં આવે છે. જે ઘરમાં મહિલા કે દીકરી હોય તે ઘરમાં હંમેશા ખુશી બની રહે છે. પરંતુ જો તે મહિલાઓ ક્યારેક ખોટા કામ કરે તો ઘરની ખુશી છીનવાઈ જાય છે. દરેક કાર્યને સમય અનુસાર કરવાથી એના ફાયદા પણ મળે છે.
દરેક કાર્ય માટે એક નિયમ પણ બનાવવામાં આવ્યો છે. જે રીતે હિંદુ ધર્મ ગ્રંથો અનુસાર મહિલાને ક્યારેય પણ સુર્યાસ્ત પછી એટલા કે સંધ્યા સમયે એવા અમુક કામ ન કરવા જોઈએ, કારણકે આ કામો ને કરવાથી ખરાબ આત્માઓ નો શરીર પર અને ઘર પર પ્રભાવ પડી શકે છે. તો ચાલો જાણી લઈએ એ કામ વિશે….
સુર્યાસ્ત પછી વાળમાં કાંસકો ન ફેરવવો :- અમે તમને જણાવી દઈએ કે સુર્યાસ્ત પછી ખરાબ આત્માઓ બહાર આવે છે અને જે છોકરીઓ ના લાંબા અને સુંદર વાળ હોય છે, એને તે એમના શિકાર બનાવી લે છે.
વાળને છુટા ન રાખવા :- રાત્રે વાળને ખુલા ન રાખવા જોઈએ. સુર્યાસ્ત પછી છોકરીઓ ને ચોટી બનાવી લેવી જોઈએ અથવા પછી બાંધી લેવા જોઈએ. એને પરિવાર ના લોકો માટે ખરાબ માનવામાં આવે છે.
ખરતા વાળને ધ્યાનથી ફેકવા :- વાળને ખોલીને અને ઘૂસ કાઢીને પછી જો વાળ ખરતા હોય તો તે વાળને હંમેશા યોગ્ય જગ્યા પર જ ફેકવા, નહિ તો વાળ કોઈ ખોટી વ્યક્તિ ના હાથ માં લાગી જાય તો એનો ખોટો ઉપયોગ થઇ શકે છે એટલે કે જાદુટોના માટે કરી શકે છે.
પૂર્ણિમા પર વાળમાં કાંસકો ફેરવવો :- એવું માનવામાં આવે છે કે પૂર્ણમાસી એટલે કે પુરા ચાંદ ની રાત્રે જો બારી પાસે ઉભા રહીને વાળમાં કાંસકો ફેરવવામાં આવે તો તમે પોતે જ ખરાબ આત્માઓ ને બોલાવી રહ્યા છો એવો મતલબ થાય છે.
માસિક ધર્મ દરમિયાન વાળને ન ધોવા :- પીરીયડ એટલે કે માસિક ચક્ર દરમિયાન વાળને ન ધોવા જોઈએ, કારણ કે એનાથી છોકરીઓ પાગલ થઇ શકે છે. એ પણ માનવામાં આવે છે કે જો માસિક ધર્મ દરમિયાન વાળને રાત્રે ધોવામાં આવે તો તમારું બ્લડ લોસ વધારે થશે અને તમે બીમાર પડી શકો છો.
કાંસકા નું પડવું :- વાળને ઘૂસ કાઢતા સમયે જો કોઈના પણ હાથ માંથી કાંસકો પડી જાય તો એવું માનવામાં આવે છે કે એ વ્યક્તિને જલ્દી જ કોઈ ખરાબ ખબર મળશે. વાળને જ્યાં ત્યાં ન ફેકવા, એવું માનવામાં આવે છે કે વાળ ને ઓળીને પછી ખરેલા વાળ ને ઘરમાં કે બહાર જ્યાં ત્યાં ફેકવાથી ઘર માં પરિવારના લોકોની વચ્ચે લડાઈ ઝગડો વધી શકે છે.
Leave a Reply