આખા વિશ્વનું આ એકમાત્ર મંદિર છે જ્યાં ગણેશજી તેમના સંપૂર્ણ પરિવાર સાથે બેઠા છે

ગણેશ મહોત્સવ પર લોકોની ખુબજ ભીડ રહે છે તેનાથી એવું કહી શકાય કે લોકોમાં ભગવાન પ્રત્યે કેટલી શ્રધ્ધા છે. ભારતમાં ભગવાન ગણેશના ઘણા બધા પ્રસિદ્ધ મંદિરો છે.જેમકે મુંબઈ માં લાલ બાગ ચા રાજા ગણેશજી નું મંદિર ફક્ત ભારતમાં જ નહિ પરંતુ બહાર પણ એટલું જ પ્રસિદ્ધ છે. એવીજ રીતે ગણેશજીનું મંદિર રણથંભોર માં પણ આવેલ છે જે ખુબજ પ્રાચીન મંદિર છે

અમે જણાવી દઈએ કે રણથંભોરનું મંદિર ઉચા પહાડી ક્ષેત્ર માં આવેલું છે. આ મંદિરની ચારે બાજુ ખુબજ ઘાટું અને મોટું જંગલ આવેલુ છે. અને ખાસ વાત તો એ છે કે આ મંદિરમાં ગણેશજીની મૂર્તિ માંથી અડધી સુંઢ કપાયેલી છે.ભગવાન ગણેશ આ મંદિરમાં ત્રિનેત્રના રૂપમાં બિરાજમાન છે, જેમાં ત્રીજી આંખ જ્ જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે.

આખા વિશ્વનું આ એકમાત્ર મંદિર છે જ્યાં ગણેશજી તેમના સંપૂર્ણ પરિવાર, બે પત્નીઓ – રિદ્ધિ અને સિદ્ધિ અને બે પુત્રો – શુભ અને લાભ સાથે બેઠા છે.દેશમાં ચાર સ્વયંભુ ગણેશ મંદિરો છે, જેમાંથી રણથંભોરમાં સ્થિત ત્રિનેત્ર ગણેશ જી પ્રથમ છે. આ મંદિર સંસારમાં ખુબજ પ્રચલિત છે, અહી દર વર્ષે ગણેશ મહોત્સવ ખુબજ ધામ ધૂમથી મનાવામાં આવે છે.

અને અહી ત્રણ દિવસનો લખ્ખી મેલો પણ લાગે છે. અહીના મંદિરની ખુબજ માનતા પણ માનવામાં આવે છે. આ મંદિર જમીન પરથી બિલકુલ પણ નથી જોવા મળતું.રણથંભોર ગણેશજીનું મંદિર પ્રખ્યાત રણથંભોર ટાઇગર રિઝર્વ વિસ્તારમાં આવેલું છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા જોવાલાયક છે.

વરસાદ દરમિયાન અહીં ઘણા સ્થળોએ ધોધ ફાટી નીકળે છે અને આખો વિસ્તાર આનંદમય બની જાય છે.આ મંદિર કિલ્લામાં આવેલું છે અને આ કિલ્લો એક સંરક્ષિત વારસો છે. ભક્તો આસપાસના જિલ્લાઓથી કેટલાક કિલોમીટર ચાલીને મંદિરના દર્શન કરવા આવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *