ભગવાન વિષ્ણુના આ સ્વરૂપની આરાધના કરવાથી સમસ્ત સુખની પ્રાપ્તિ થાય છે.

ભગવાન વિષ્ણુ સંસારનું સંચાલન કરે છે. તેમના હાથમાં જ સંસારના તમામ લોકોના સુખ-દુ:ખ હોય છે. પરંતુ ભગવાન વિષ્ણુ વિશે એવી અનેક વાતો છે જેના વિશે કોઈ જાણતું નથી. કઈ કઈ છે આ વાતો જાણી લો આજે….વિષ્ણુ પુરાણ અનુસાર લવણ સમુદ્ર વચ્ચે વિષ્ણુ લોકમાં પ્રકાશિત છે.

આ પ્રકાશમાં વિષ્ણુ માતા લક્ષ્મી સાથે શેષશૈયા પર શયન કરે છે. પદ્મ પુરાણના ઉત્તરખંડના 228માં અધ્યાયમાં ભગવાન વિષ્ણુના નિવાસનું વર્ણન છે.પુરાણો અનુસાર વૈકુંઠ ધામમાં અયોધ્યાપુરી નામનું એક દિવ્ય મંડળ છે. આ મંડળના મધ્ય ભાગમાં રમણીય સિંહાસન છે જેની આસપાસ હંમેશા દેવતાગણ રહે છે.

આ મંડળમાં ધર્મ, જ્ઞાન, ઐશ્વર્ય, વૈરાગ્ય બધું જ ઉપસ્થિત રહે છે અને મંડપના મધ્યભાગમાં અગ્નિ, સૂર્ય અને ચંદ્ર બિરાજમાન હોય છે. ભક્ત વત્સલ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના બે પ્રમુખ મંત્રો છે. જેમાં ॐ નમો નારાયણાય અને ॐ નમ: ભગવતે વાસુદેવાય છે… આ બે મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ પણ નિયમિત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન રહે છે.

વિષ્ણુ પુરાણ અનુસાર લવણ સમુદ્ર વચ્ચે વિષ્ણુ લોકમાં પ્રકાશિત છે. આ પ્રકાશમાં વિષ્ણુ માતા લક્ષ્મી સાથે શેષશૈયા પર શયન કરે છેહિંદૂ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓનું વિધાન છે. આ 33 કરોડમાંથી એક છે ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુ સંસારનું સંચાલન કરે છે.

તેમના હાથમાં જ સંસારના તમામ લોકોના સુખ-દુ:ખ હોય છે. ભગવાન અષ્ટદલ કમલમાં માતા લક્ષ્મી સાથે બિરાજે છે. તેમના યુગલ સ્વરૂપની આરાધના કરવાથી સમસ્ત સુખની પ્રાપ્તિ થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *