સમર અને અનુપમા ના ડાન્સ વિડીયો ની ઝલક, શરુ થઇ દીકરાના લગ્નની તૈયારીઓ…..

રૂપાલી ગાંગુલી સ્ટાર અભિનિત સુપરહિટ સિરિયલ અનુપમા આ દિવસોમાં ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છેં. નિર્મિત અને ડિમ્પલના કારણે શાહ પરિવારની શાંતિ ભંગ થઇ ગઈ છે.ગયા એપિસોડમાં આ સીરિયલમાં બતાવવામાં આવ્યું છે કે કેટલાક ગુંડાઓ અનુપમા પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ કોઈક રીતે અનુપમા પોતાનો જીવ બચાવીને ભાગી જાય છે.

પાખી પણ કેબમેનના ગંદા ઈરાદાનો શિકાર બને છે અને તેની પાછળનું સત્ય જલ્દી જ બધાની સામે આવશે. અત્યારે જો આપણે ડિમ્પલની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ સમર તેની સાથે સાત ફેરા લેશે.આ દરમિયાન રૂપાલી ગાંગુલીએ સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો શેર કર્યો છે, જેને જોયા બાદ દરેક લોકો સમર અને ડિમ્પલના લગ્નની રાહ જોઈ રહ્યા છે..

અનુપમાએ ડિમ્પલને તેના ઘરમાં આશરો આપ્યો

અનુપમા ડિમ્પલને તેના ઘરે લાવે છે અને તેને સાથે રાખવાનું નક્કી કરે છે. જો કે, ઘરના સભ્યો અનુપમાના પગલાથી ખુશ નથી અને તેના માટે અનુપમાને ઠપકો આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


વનરાજ અને બા અનુપમા સામે લડે છે.

વનરાજ અને બા ડિમ્પલને ઘરે લાવવાના અનુપમાના નિર્ણયનો વિરોધ કરે છેં. વનરાજ અને બાને અનુપમાનો આ નિર્ણય બિલકુલ પસંદ ન આવ્યો.બંનેને લાગે છે કે અનુપમાનો આ નિર્ણય તેમના ઘરને મુશ્કેલીમાં મૂકી શકે છે.

અનુપમા ડિમ્પલને સપોર્ટ કરશે

અનુપમાના પરિવારજનો ભલે વિરોધ કરી રહ્યા હોય, પરંતુ તે પોતાના નિર્ણયથી પાછળ હટવાની નથી.અનુપમા દરેક કિંમતે ડિમ્પલને ટેકો આપવા તૈયાર છે અને તેની પડખે ઉભેલી જોવા મળે છે.

ડિમ્પલ શાહ પરિવારની વહુ બનશે

અનુપમા ડિમ્પલને તેના ઘરે લઈ આવી છે. તે જ સમયે, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અનુપમા ડિમ્પલને તેના પુત્ર સમર સાથે લગ્ન કરીને શાહ પરિવારની વહુ બનાવી શકે છે.

ડિમ્પલ સમર સાથે સાત ફેરા લેશે

અનુપમાના પુત્ર સમર અને ડિમ્પલના લગ્ન થવાના અહેવાલ છે. તે જ સમયે, સમર અને ડિમ્પલના સંબંધોને ઘણા અવરોધોનોં સામનો કરવો પડશે.જોકે, સમર અને ડિમ્પલને આ સંબંધથી કોઈ વાંધો નથી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *