સ્ટાર પ્લસનો બ્લોકબસ્ટર શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’એ ફેન્સના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી.આયેશા સિંહ અને નીલ ભટ્ટ સ્ટાર અભિનિત સીરીયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ટીઆરપી લિસ્ટમાં નંબર 1 પર પહોંચવાનો સતત પ્રયાસ કરી રહી છે.
ગત દિવસે ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’માં બતાવવામાં આવ્યું હતું કે પત્રલેખા સઈ અને વિરાટની સામે કહે છે કે તે સવીને નફરત કરે છે કારણ કે વિરાટ તેં આવી ત્યારથી બધાને ઇગ્નોર કરી રહ્યો છે. પત્રલેખાના આ વાતથી વિરાટ ગુસ્સે થઈ જાય છે અને તેને ઠપકો આપે છે. પરંતુ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના ટ્વિસ્ટ અને ટર્ન્સ ત્યાં પૂરા થતા નથી.
View this post on Instagram
ગુમ હૈ કિસી કે પ્યાર મેં આગળ બતાવશે કે પત્રલેખા અને વિરાટ પરિવારની સામે લડવા લાગે છે. કારણ કે એક તરફ વિરાટ તેને પિકનિક પર જવા દેવાની ના પાડે છે, તો બીજી તરફ પત્રલેખાએ પણ ખુલાસો કર્યો હતો કે વિરાટ સઈના ઘરે શર્ટ વગર જ ફરતો હતો. આના પર વિરાટ તેને ઠપકો આપતા કહે છે, “તું જે તક શોધતી હતી ટર તક તને મળી છે તે ” તારી વાત સાંભળ્યા પછી મારો ઈરાદો મક્કમ થઈ ગયો છે કે હું તને પિકનિક પર જરા પણ નહીં જવા દઉં.”
આગળના એપિસોડમાં બતાવશે કે પત્રલેખા વિરાટને પૂછે છે કે તે સઈ અને તેના એમ બન્ને માંથી કોને પસંદ કરશે?? જો કે તે જવાબ આપે છે કે તમારા બંનેમાંથી કોઈને પસંદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે તમે મારી પત્ની છો અને તે મારી પુત્રીની માતા છે.
પણ પાખી આગળ પૂછે છે કે જો હું અને સઈ એક જ બોટમાં હોઈએ અને તે બોટ ડૂબી રહી હોય તો તમે કોને બચાવશો.આ અંગે વિરાટ કહે છે, “બંનેને એક માનવતાના કારણે.”
વિરાટ સઈની દીકરીને લઈ જશે: આગળ બતાવશે કે સઈ સાવીનો જન્મદિવસ ઉજવે છે, પરંતુ વિરાટ ત્યાં પહોંચે છે. સવી વિરાટને કહે છે કે તેનો જન્મદિવસ છે અને તે તેના માટે ગિફ્ટ લાવ્યો નથી.વિરાટને જ્યારે ખબર પડી કે સવીનો જન્મદિવસ છે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. તે સાઈને ધમકી આપે છે કે હવે હું તને કહીશ કે હું શું કરી શકું છું. તે સવીને પણ ત્યાંથી લઈ જાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં સઈ, વિરાટ અને પત્રલેખા પિકનિક પર અકસ્માતનો ભોગ બનશે. વિરાટ સઈને બચાવશે, પરંતુ પાખી બસમાં ફસાઈ જશે અને બસ ખાડામાં પડી જશે.પાખીની હાલત માટે વિરાટ પોતાને જવાબદાર ગણશે.
Leave a Reply