સ્ટાર પ્લસનો પોપ્યુલર શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી.નીલ ભટ્ટ અને આયેશા સિંહ સ્ટાર અભિનિત સિરિયલ ” ગુમ હૈ કિસી કે પ્યાર મેં’એ પોતાના ટ્વિસ્ટ અને ટર્ન્સથી દર્શકોના દિલ જીતી લીધા છે. આ દિવસોમાં શોમાં પત્રલેખા અને વિરાટ વચ્ચે પ્રેમ ખીલી રહ્યો છે, જ્યારે સઈનું જીવન વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે.
પાછળના એપિસોડમાં, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માં બતાવવામાં આવ્યું હતું કે સઈ તેના લગ્નની એનિવર્સરીણા દિવસે જ વિરાટને સામે ખરાબ ગણાવે છે.જ્યારે પત્રલેખા સઈની સામે એક આદર્શ પત્ની સાબિત થાય છે.પરંતુ સીરીયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સસ અહીં પૂર્ણ થતા નથી..
View this post on Instagram
વિરાટ બેસ્ટ પતિ સાબિત નહીં થાય
‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ આગળ બતાવશે કે રમતમાં જ્યાં પત્રલેખા તેના પતિ વિરાટની બધી પસંદગીઓ જણાવે છે, જ્યારે વિરાટની વાત આવે છે, ત્યારે તે નિષ્ફળ જાય છે. તે માત્ર બે જ પ્રશ્નોના સાચા જવાબ આપી શકે છે, જેના કારણે અન્ય બાળકોના માતા-પિતા તેની મજાક ઉડાવવા લાગે છે. આનાથી પત્રલેખાને ખૂબ ગુસ્સો આવે છે.
View this post on Instagram
વિરાટ સવીના લીધે પાખીના શબ્દોને અવગણશે
ગયા એપિસોડમાં રમતને પિકનિક પર આગળ વધારવામાં આવે છે. પ્રિન્સિપાલ મેમ સવીના માતા-પિતાની ચિટ સોંપે છે, જેનાથી પત્રલેખા નર્વસ થઈ જાય છે. બીજી તરફ સઈએ પણ ગેમમાં જવાની ના પાડી અને સવીને પણ ઠપકો આપે છેં. પરંતુ વિરાટ તેની પુત્રીની ખુશી માટે રમવા માટે સંમત થાય છે. રમતમાં, સઈ ખોટા જવાબો આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમ છતાં તેના બધા જવાબો સાચા નીકળે છે. બીજી તરફ પત્રલેખા આ બધું જોઈને લોહીના આંસુએ રડી પડે છેં..
આ શો વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે અકસ્માતમાં વિરાટ અને પાખીની ખાતર સઇ પોતાનો જીવ આપી દેશે. વાસ્તવમાં, જ્યારે પાખી બસની એક તરફ લટકતી હશે, તો બીજી બાજુ સઈ લટકતી હશે, જેના કારણે વિરાટ મૂંઝવણમાં મુકાઈ જશે કે તેણે પહેલા કોને બચાવવું જોઈએ. આવી સ્થિતિમાં સઈ હેન્ડલની પકડ છોડી દેશે, જેથી વિરાટ પાખીને બચાવી શકે…
Leave a Reply