સઇએ મારી વિરાટને થપ્પડ,,, પાખીને કારણે વિરાટ અને સઇના સબંધમાં આવશે તિરાડ…

સ્ટાર પ્લસનો લોકપ્રિય શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ દર્શકોને મજેદાર ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળી રહ્યા છે.નીલ ભટ્ટ, આયેશા સિંહ અને ઐશ્વર્યા શર્માની સિરિયલને દર્શકો ખૂબ પસંદ કરે છે.આ અઠવાડિયે પણ ટીઆરપી લિસ્ટમાં આ શો બીજા નંબરે હતો. આમ શોની ટીઆરપી વધારવા માટે મેકર્સ એક રસપ્રદ ટ્વિસ્ટ આપવા જઈ રહ્યા છે. આ ટ્રેક પછી પાખી, વિરાટ અને સઈની જિંદગી ફરી બદલાઈ જશે.

વિરાટ પાખી અને સઈની વાતચીત સાંભળી જાય છે અને આશ્ચર્યચકિત થાય છે કે સઈ તેની પુત્રીને તેનાથી દૂર લઈ જવા માટે કેવી રીતે સંમત થઈ શકે? તે ચેતવણી આપે છે કે જો સઈ તેને તેની પુત્રીથી અલગ કરશે તો તેનું પરિણામ સારું નહીં આવે. સઇને ખૂબ ગુસ્સો આવે છે કારણ કે વિરાટ તેના પર કેવી રીતે વર્ચસ્વ જમાવે છે અને તેને દરેક વાત માટે સંમત કરે છે. તે કન્સ્ટ્રક્શન હાઉસમાં પડેલી વસ્તુઓ પર પોતાનો ગુસ્સો કાઢે છે.

નારાજ સઈ વિરાટ પર હાથ ઉપાડશે

શોના આગામી એપિસોડમાં ફરી એકવાર સઈ અને વિરાટ વચ્ચે ઝઘડો થશે અને ગુસ્સામાં સઈ વિરાટ પર હાથ ઉપાડશે. સઈનું માનવું છે કે સવીના કારણે વિરાટ તેના પરિવાર પર ધ્યાન નથી આપી રહ્યો અને તેથી તેની પુત્રી સાથે કનકાવલી પરત ફરે છે.આ દરમિયાન ગુલાબરાવના માણસો તેનો સામાન ઘરની બહાર ફેંકી દે છે.

આ બધું જોઈને સઈને સમજાતું નથી કે શું કરવું. વિરાટ પણ સઈ અને સવીને પાછા લાવવા માટે ત્યાં પહોંચશે, જેનો અર્થ છે કે બંને વચ્ચે ફરી એકવાર બધું જ બદલાવાનુ છે. ગુંડાઓ વિરાટ અને સઈની પાછળ જશે.બંને પોતાનો જીવ બચાવવા ફરી એકવાર ડીઆઈજી સરને ફોન કરશે…


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *