રૂપાલી ગાંગુલી મારું કલરના પાનેતરમાં દુલ્હનના લુકમાં જોવા મળી, ચાહકો થયા ખુશ, જુઓ તસ્વીર…

અનુજ અને અનુપમાના લગ્નના ટ્રેકની સાથે સાથે ટીવી સિરિયલ અનુપમામાં હમણાં ખૂબ જ ડ્રામા ચાલી રહ્યો છે. અનુજ અને અનુપમાની સગાઈ દરમિયાન બા અને વનરાજ શાહએ ખૂબ નાટક કર્યા અને આવનાર દિવસોમાં પણ બંનેએ તેમના જીવનને સુખે થી ના વીતવા દેવું એવું કામ કરવાના છે. દર્શક પણ એ જાણવા માટે તત્પર છે કે બા એ અનુપમાના લગ્નને રોકવામાં સફળ થશે કે નહીં.

 

તમને જણાવી દઈએ કે હમણાં સોશિયલ મીડિયા પર રૂપાલી ગાંગુલીનો એક વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેને દુલ્હન બનેલ જોઈ શકાય છે. પોતાની અનુપમાને આ અવતારમાં જોઈને તેમના ચાહકો એ ખૂબ ખુશ થઈ ગયા છે.

 

જોવા મળી રહેલ વિડીયોને જોયા પછી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ વિડીયો અનુપમા અને અનુજના લગ્નનો છે, વિડીયોમાં રૂપાલી ગાંગુલી મારું કલરના પાનેતરમાં જોવા મળી રહી છે. જોત જોતમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. સામે આવેલ આ વિડીયોને જોઈને લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ‘વનરાજ શાહને આવા જીવનસાથીને ઠુકરવવી એ મોટી ભૂલ કરી છે.’ એક ફિમેલ ચાહકે કોમેન્ટ કરી છે કે, ‘અનુજ અને અનુપમાના લગ્નને જોવા ખૂબ ઉત્સાહિત છું.’

 

હમણાં અનુપમામાં જોવા મળ્યું હતું કે વનરાજ શાહના પિતાની તબિયત ઠીક નથી. ડૉક્ટર તેમને જલ્દી જ બાઈપાસ સર્જરી કરવાની સલાહ આપે છે. એવામાં તેઓ નક્કી કરે છે તે આ બધુ અનુપમાના લગ્ન પછી કરશે. ઘણા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે અનુપમાના લગ્નની આસપાસ જ અબઉબુજીને હાર્ટ એટેક આવશે. એવામાં બની શકે છે કે આવનાર દિવસોમાં અનુજ અને અનુપમાના લગ્ન દરમિયાન શાહ પરિવારમાં કોઈ દુર્ઘટના થઈ શકે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *