સૂર્યનારાયણ દેવના આશીર્વાદ મેળવવા માટે રવિવારે કરો આ ઉપાય

જો કોઈ પણ માણસ સૂર્ય ભગવાનની પૂજા કરે છે તેમની કુંડળીમાં આવતા તમામ પ્રકારના ગ્રહદોષ દૂર થઈ જશે. સૂર્ય ભગવાનને નવગ્રહ નો રાજા માનવામાં આવે છે. તેમનું સ્થાન કુંડળીમાં સૌથી મજબૂત હોય છે.એટલે તે વ્યક્તિને સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થતું હોય છે. એટલું જ નહીં સમાજમાંથી તેમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે.

તેમના પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ ઉત્પન્ન થતું હોય છે. આજે અમે તમને ભગવાન સૂર્યનારાયણ દેવ ની કૃપા પ્રાપ્ત કરવા માટેના અમુક મંત્રો વિશે. જાણકારી આપવાના છીએ.જેમની મદદથી તમે તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓ દૂર કરી શકશો અને તમે ભગવાન સૂર્યનારાયણ દેવના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો.

સૂર્યનારાયણ દેવના આશીર્વાદ મેળવવા માગતા હોય તો સૌપ્રથમ રવિવારના દિવસે તમારે ઉપવાસ કરવાનો રહેશે. કોઈપણ મહિનાના તેજસ્વી અધ રવિવારથી શરૂ કરી શકો છો. પરંતુ તમારે ફક્ત એટલું ધ્યાન રાખવું પડશે. કે તમારે ઓછામાં ઓછા ૧૨ ઉપવાસ કરવાના રહેશે.જો શક્ય હોય તો સમગ્ર વર્ષ દરમિયાન રવિવાર ના ઉપવાસ નું પાલન કરવું

રવિવારના દિવસે સવારે સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરવું જોઇએ અને સૂર્યનો બીજ મંત્રનો જાપ કરવો જોઈએ તે ઉપરાંત ઓછામાં ઓછા સૂર્યનારાયણ દેવ ની પાંચ માળાનો જપ કરવો જોઈએ.

ग्रहाणामादिरादित्यो लोक लक्षण कारक:
विषम स्थान संभूतां पीड़ां दहतु मे रवि।।

રવિવારના દિવસે સૂર્યનારાયણ દેવ ની વ્રત કથા નું વાંચન કરવું જોઈએ ઉપવાસના દિવસે તમારે ઘઉંની રોટલી અને ઘઉં અને ગોળ ખાઈ શકો છો તે ઉપરાંત તમારે ઉપવાસ નો પૂર્ણ થાય ત્યારે ઓછામાં ઓછા બે બ્રાહ્મણોને આદર સાથે ભોજન કરાવવું જોઈએ.

સૂર્યતંત્રોક્ત મંત્ર

ॐ ह्रां ह्रीं ह्रौं स: सूर्याय नम:।

બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાથી સૂર્યનારાયણ ભગવાન ખૂબ જ ખુશ થાય છે. અને બ્રાહ્મણોને સૂર્ય સાથે સંબંધિત તમામ પ્રકારના વસ્તુઓનું દાન કરી શકાય છે. રવિવારે ઉપવાસ કરવાના અમુક નિયમો ખાસ છે.જે તમારે આવશ્યક રીતે પાડવાના રહેશે. જો કોઈ પણ વ્યક્તિ રવિવારે ઉપવાસ રાખે છે. તો સૂર્યનારાયણ દેવ તેમના ઉપર કૃપા કરતા હોય છે.

રવિવારના દિવસે કોઈ પણ વ્યક્તિ વ્રત રાખે છે. તો તેમના જીવનમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે.તેમને પૈસાથી સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર થાય છે. અને તેમની વ્યક્તિની આયુષ્યમાં વધારો થાય છે. જો તમે સૂર્યનારાયણ ભગવાનના મંત્રોનો જાપ કરો છો તો સૂર્યનારાયણ દેવ તમને ઝડપથી તેમની કૃપા પ્રાપ્ત થશે.

અને તમારા જીવનમાં તમારા મનની દરેક મનોકામના પૂર્ણ થશે.સૂર્યનારાયણ દેવને આ મંત્રનો જાપ કરવાથી સૂર્ય નારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ મંત્ર તમે 777 ની સંખ્યા માં પાઠ કરી શકો છો સૂર્યનારાયણ દેવ ને લગતી વસ્તુઓનું દાન કરવાથી હતી ફાયદો થાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યાં અનુસાર દાન કરવું અતિ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.જો તમારા ઉપર નારાયણ દેવની કૃપા પ્રાપ્ત કરવા માગતા હોય તો રવિવારના દિવસે સૂર્ય સંબંધી કેટલીક વસ્તુઓનું દાન કરવું જોઈએ તેમાં ઘઉં, ચોખા, આંબલો, સોના, લાલ ચંદન વગેરે વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં ખૂબ જ વધારે શુભ ફળની પ્રાપ્તિ થશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *