રસોઈ ઘરને ચમકતું બનાવી રાખવા માટે આ વસ્તુ આવશે ખુબ જ કામ.. ઘર બની જશે સ્વચ્છ..

સામાન્ય રીતે કોઈ એવા વ્યક્તિ નહિ હોય કે જેને એમનું ઘર સ્વચ્છ ન ગમતું હોય. દરેક લોકો પોતાના ઘર ને સ્વચ્છ રાખવાની ખુબ જ પ્રયત્ન કરે છે, કે જો કોઈ મહેમાન આવે તો એને ઘર સાફ અને ચમકતું જોવા મળે. ભલે પછી ઘર નાનું હોય કે મોટું એને સ્વચ્છ રાખવું જોઈએ. ઘરની સફાઈ પરથી ગૃહિણીની પરખ થતી હોય છે. સાફ ઘર દરેકની પ્રશંસાને પાત્ર બને છે. તેથી ઘરને ચમકતું રાખવુ જરૂરી છે.

ઘરમાં વાસણોથી લઈને ફર્નિચર દરેક નાની-નાની વસ્તુઓને સમયાંતર સાફ કરતા રહેવું પડે છે. અને જો ના કરીએ તો મોંઘી વસ્તુઓ બગડી જતી હોય છે. અને આથી જ આપણે આપણી મોંઘી વસ્તુઓને સાફ કરવા માટે બજારમાંથી મોંઘા-મોંઘા ક્લિનઝર લાવતા હોઈએ છીએ. આજે અમે તમને ઘરમાં જ રહેલી એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ થી તમારું ઘર ચમકી ઉઠશે.

બારીઓ માટે ડુંગળી :- જો તમારી બારીઓમાં ભેજ આવ્યો હોય કે ચોંટી જતી હોય તો, આ પ્રોબ્લમ્સમાં તમારી માટે ડુંગળી બીજા બધા મોંઘા ઉપાયો કરતા સૌથી બેસ્ટ છે. ડુંગળીને વચ્ચેથી કાપીને તેના બે ભાગ કરો. ત્યાર બાદ એક કટકાને બારી પર ઘસીને તેની ધૂળ અને મેલ દૂર કરો.

સ્ટીલના વાસણો માટે કાકડી :- તમારા સ્ટીલના વાસણોથી લઈને સ્ટેનલેસ સ્ટીલના પોટને ચમકાવા માટે કાકડીનો ઉપયોગ કરો. તમારા ઘરને કુદરતી રીતે ચમકાવા માટે કાકડી એક બેસ્ટ વસ્તુ છે.

કાટ માટે બટાટા :- કાટથી છૂટકારો મેળવવા માટે તમારો ઉકેલ બટાકા છે. કાટથી છુટકારો મેળવવા માટે કાટ પર બટાકાની એક સમારેલો ટુકડો ઘસવો.

સિંક માટે લીંબૂ :- એક લીંબૂને બે ભાગમાં કટ કરવ અને પછી એક કટકા પર મીઠું લગાવીને તેનો ઉપયોગ પૉર્સિલિન વાસણો પર, પેન, પોટ કે સિંક પર કરવાથી તે ચમકવા લાગશે. તમારા ઘરને ચોખ્ખું રાખવા માટે લીંબૂ સૌથી બેસ્ટ વસ્તુ છે.

તાંબાના વાસણો માટે ટામેટું :- ટામેટાંને બે ભાગમાં કટકા કરો. તેમાંથી એક કટકાને તાંબાના વાસણો પર ઘસો. ટામેટાંના રસને વાસણો પર સૂકાવા દો. ત્યાર બાદ તેને સાદા પાણીથી ધોઈ નાખો. ટામેટાંમાં રહેલી કુદરતી એસિડિટી તમારા તાંબાના વાસણોને ચમકાવી દેશે.

ચાંદીના વાસણો માટે કેળું :- તમારા ચાંદીના વાસણો પરથી કોઈ પણ પ્રકારની ધૂળ દૂર કરવા માટે તમે કેળાના પલ્પનો ઉપયોગ કરી શકો છો. કેળું એક એવા પ્રકારની વસ્તુ છે જેનો ઉપયોગ તમે તમારા ઘરેને સાફ કરવા માટે કરી શકો છો.

લાકડાંના ફર્નિચર માટે ચા :- ચામાં જે ટેનિન નામનું દ્રવ્ય હોય છે તે લાકડાંને ચમકીલું બનાવે છે. આથી ચા તમારા ઘરને સાફ કરવા માટે બેસ્ટ ઓપશનમાંનું એક છે. આથી વાર્નિશની જગ્યાએ તમે તમારા લાકડાના ફર્નિચરને ચમકાવા માટે ચાનો ઉપયોગ કરી શકો છો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *