રસોઈ ઘરમાં રસોઈ બનાવતી વખતે કોઇ વાનગીમાં મીઠું, મસાલા, તેલ, ખાંડ વગેરે વધારે, કે ઓછું પડતું હોય છે, તેવા સમયે શું કરવું તે સૌથી મોટી મુંઝવણ હોય છે,ઘણી વખત મસાલા ઉમેરવામાં ભૂલ થઇ જાય છે. એવામાં ક્યારેક શાકમાં મીઠું વધારે તો ક્યારેક મરચું વધારે પડી જાય છે.તમે કલાકો સુધી શાક બનાવો છે, પરતું અજાણતા માં થયેલી આ ભૂલ ખાવાનો પૂરો ટેસ્ટ બગાડી નાખે છે.
પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી આજે અમે તમારી આ સમસ્યાથી છૂટકારો અપાવવા માટે એક ઉપાય લઇને આવ્યા છએ. જેની મદદથી તમે નાની-નાની ભૂલોને ચપટીમાં સારી કરી શકશો.
- ઘઉંના લોટની નાની એવી ગોળી તમારી આ સમસ્યા ને દુર કરી શકે છે. જયારે પણ શાક માં મીઠું વધી જાય તો લોટની નાની ગોળી બનાવીને ૧૦-૧૫ મિનીટ માટે શાક માં મૂકી દેવી. ઘઉંના લોટમાં મીઠાને ચૂસવાની ક્ષમતા હોય છે.
- શાક માંથી મીઠું કાઢવા માટે વિનેગર સૌથી સારો ઉપાય છે. એના માટે તમે ૧ મોટી ચમચીની સાથે એક મોટી ચમચી શુગર ને ગ્રેવી માં મિક્ષ કરી દેવી.
- મીઠાનો સ્વાદ ઓછો કરવા માટે તમે ગ્રેવીમાં ફ્રેશ ક્રીમ ને પણ નાખી શકો છો. એનાથી ગ્રેવી ક્રીમી થઇ જશે અને મીઠાનું પ્રમાણ નોર્મલ થઇ જશે. સાથે જ શાકમાં ક્રીમી ટેસ્ટ પણ આવશે.
- મીઠાની સાથે વધુ પડતું મરચું પડવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આ કિસ્સામાં, તમે ક્રીમ અથવા તાજી મલાઇનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ક્રીમ કે મલાઇને બરાબર ફેટી લો અને શાકમાં ઉમેરી લો જેથી તીખાશ ઓછી થઇ જશે.
- સૂકા શાકમાં તીખાશ દૂર કરવા માટે, થોડો ચણાનો લોટ શેકીને મિક્સ કરી લો. આ વધારે પડેલા મરચાને સ્વાદને ઓછું કરશે.
- જ્યારે શાકભાજીમાં વધુ ટામેટાં ઉમેરવામાં આવે તો તેમાં ખટાશ આવી જાય છે. આ કિસ્સામાં, શાકમાંથી ખટાશ દૂર કરવા માટે એક ચમચી ખાંડ ઉમેરી લો.
Leave a Reply