રસોડાને ચમકાવવા માટે જાણો સૌથી સરળ અને બેસ્ટ કિચન ટિપ્સ

લોકો કિચનની અનેક વસ્તુઓ પર ધ્યાન આપી શકતી નથી. જો કે રસોડાની અનેક વસ્તુઓથી તે અજાણ હોવાને કારણે તેમને ખૂબ જ તકલીફ પડતી હોય છે.લીંબુમાં વિટામીન સી જથ્થો વધારે પ્રમાણમાં જોવા મળે છે. લીંબુનો ઉપયોગ શરબત બનાવવા માટે થાય છે. ઘણી એવી વસ્તુ છે જેમાં લીંબુના રસને નાખવાથી તેનો સ્વાદ વધે છે. લીંબુ માત્ર સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી.

પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. લીંબુ સુકાઈ ગયેલ હોય કે બહુ કઠણ –સખત હોય તો તે ગરમ પાણીમાં રાખવાથી તેમાંથી ખૂબ સરળતાથી વધુ રસ નીકળી શકે છે. આજે અમે તમને સુકાઈ ગયેલા લીંબુ હોય કે અન્ય વસ્તુની સમસ્યા માંથી છુટકારો મેળવવાની સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ

જેનાથી તમને ઘણી મદદ મળશે. તો ચાલો જાણી લઈએ એ ટિપ્સ.લસણને થોડુ ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉખડી જશે.કારેલાને ચીરી મીઠુ લગાવવાથી તેની કડવાશ ઓછી થઈ જશે.બટેકાની છાલ કાઢી તેમાં કાંટા(ફોર્ક)થી કાણા પાડી તેને મીઠાવાળા પાણીમાં બોળીને ઉપયોગ કરવાથી દમ આલુ સારા બનશે ફ્લાવરને બાફવાથી તેના રંગમાં ફેરફાર થઇ જાય છે.,

ફલાવરના શાકમાં એક ચમચી દૂધ અથવા સિરકો નાંખવાથી તમે જોઈ શકશો કે ફલાવરના રંગમાં કોઇ જ ફેરફાર ન થતા મૂળ રંગ જળવાઈ રહેશે.સુકા આદુની છાલ ઉતારવી હોય તો થોડી વખત ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જશે.કસુરી મેથીનો વારંવાર ઉપયોગ ન કરવો હોય તો લીલી મેથીના પાનને થોડીવાર પેન પર ગરમ કરી. તેને ઠંડી કરીને પછી ઉપયોગમાં લઈ શકાય.તવીમાંથી ડુંગળીની સુગંધ કાઢવા માટે કાચુ બટાકુ કાપીને તેને તવી પર ઘસી લેવું.

લીંબુ સુકાઈ ગયા હોય કે બહુ કઠણ/સખત થઈ ગયા હોય તો તેને ગરમ પાણીમાં રાખવાથી તેમાં ખુબ સરળતાથી રસ નીકળી શકે છે.રોટલીના લોટમાં દહી નાંખીને બાંધવાથી રોટલીનો સ્વાદ સારો આવશે અને રોટલી નરમ બનશે.ભીંડા બનાવતી વખતે તેમાં એક ચમચો દહીં નાંખવાથી ભીંડા ચોંટશે નહી.મેથીમાંથી કડવાશ દુર કરવા તેમાં મીઠુ નાંખી થોડો સમય અલગ રાખી દેવાથી કડવાશ ઓછી થઈ જશે.

 

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *