જાણો હિન્દુ ધર્મ અનુસાર રાંદલ માતાના લોટા તેડવાની પરંપરા વિષે

ગુજરાત રાજ્યમા માતા રાંદલની પૂજાનુ અત્યંત વિશેષ મહત્વ છે. મુખ્યત્વે અહીની સ્ત્રીઓ પુત્રપ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમનુ વિશેષ પૂજન-અર્ચન કરે છે. એવુ કહેવાય છે કે, માતા એ સ્ત્રીઓના જીવનના તમામ દુઃખ હરે છે એટલે ખાસ કરીને સ્ત્રીઓમા માતા રાંદલ પર અતૂટ વિશ્વાસ જોવા મળે છે.આપણા હિન્દુ ધર્મમા પૌરાણિક સમયથી રાંદલ માતાના લોટા તેડવાની પરંપરા ખૂબ જ પ્રચલિત છે.

જો ઘરે પુત્રના લગ્ન હોય અથવા તો ઘરે પુત્રનો જન્મ થયો હોય તો શુભ પ્રસંગોમા રાંદલ માતાના લોટા અવશ્ય તેડાવવામા આવે છે.લોકો હોંશે-હોંશે રાંદલમા ના લોટા તેડતા હોય છે. જેમા નાની બાળાઓને ઘરે જમાડવામા આવે છે તેમજ આ લોટામા રાંદલમા નો શણગાર કરીને તેમની બાજોઠ પર સ્થાપના પણ કરવામા આવે છે.

ત્યારબાદ તેમની વિશેષ પૂજા કરીને અંખડ દીવો પણ પ્રગટાવવામા આવે છે. આ પૂજા-અર્ચના કરીને માતાજીના ગરબા ગાવામા આવે છે અને ઘોડો ખુંદવામા આવે છે. તો ચાલો આજે આ લેખમા આપણે આ પૂજાના પૌરાણિક મહત્વ વિશે માહિતી મેળવીએ.માતા રાંદલ એ પ્રભુ સૂર્યનારાયણ ના ધર્મપત્ની છે અને તે યમ અને યમુના ના માતા પણ છે

જ્યારે શનીદેવ અને તાપી નદી એ માતા રાંદલના છાયા ના સંતાનો છે. પ્રભુ સૂર્યનારાયણે તેમની માતા અદીતી ની ઇચ્છાને માન આપીને માતા રાંદલ સાથે વિવાહ ના પવિત્ર બંધને જોડાયા હતા.એકવાર માતા અદિતિ એ પ્રભુ સૂર્યનારાયણ ને પોતાના મન ની ઈચ્છા દર્શાવે છે, તે કહે છે કે તે તેમના લગ્ન જોવાની ઈચ્છા ધરાવે છે અને માતાની ઈચ્છા ને માં આપતા તે માની જાય છે.

પ્રભુ સૂર્યનારાયણ ની સ્વીકૃતિ બાદ માતા આદિતી દેવી કંચના પાસે જાય છે અને તેમની પુત્રી રન્નાદે નો હાથ તેમના પુત્ર માટે માંગે છે.માતા કંચના તેમના પ્રસ્તાવ નો અસ્વીકાર કરે છે અને કહે છે કે, તમારો પુત્ર તો આખો દિવસ ઘરની બહાર રહે છે. મારી પુત્રી તો ભૂખે મરી જાય. ત્યારે એ જ સમયે માતા કંચના દેવી માતા અદિતિના ઘરે તાવડી માંગવા માટે આવે છે

આ સમયે માતા અદીતી કહે છે કે, હુ તાવડી તો આપુ પણ જો તુટી જશે તો હુ ઠીકરી ની જગ્યાએ પુત્રી માંગીશ.જ્યારે કંચના દેવી તાવડી લઈને રસ્તામા જાય છે ત્યારે બે બળદ એ રસ્તા પર લડી રહ્યા હોય છે અને લડાઈ કરતા- કરતા માતા કાંચના ને અથડાય છે અને તેમના હાથમા રહેલી તાવડી તૂટી જાય છે. ત્યારબાદ શરત મુજબ રન્નાદે ના વિવાહ પ્રભુ સૂર્યનારાયણ સાથે થાય છે.

લગ્ન પછી રાંદલ માતા પ્રભુ સૂર્યનારાયણ ના તેજ સામે રહી શકતા નથી તેથી, તે તેમનુ બીજુ સ્વરૂપ છાયા ને પ્રગટ કરીને તે પિયર જતા રહે છે.પિયરમા પિતાના તિરસ્કાર ભરેલા શબ્દો સાંભળી માતા ને દુઃખ થાય છે અને તે પૃથ્વી પર ઘોડીનુ સ્વરૂપ લઈને અવતરિત થાય છે ને એક પગે ઊભા રહીને તપ કરે છે.

બીજી બાજુ છાયા ને પ્રભુ સૂર્ય રન્નાદે સમજે છે. આ સમય દરમિયાન માતા છાયા એ પુત્ર શનિ અને તાપી ને જન્મ આપે છે.એક વખત યમ અને શનિ વચ્ચે લડાઈ થાય છે અને એ સમયે યમ ને છાયા શ્રાપ આપે છે. આ જોઇને પ્રભુ સૂર્યનારાયણ વિચારમા પડી જાય છે કે , એક માતા પોતાના પુત્ર ને કેવી રીતે શ્રાપ આપી શકે?

ત્યારબાદ આ રહસ્ય અંગે તપાસ કરતા સૂર્યનારાયણ ને વાસ્તવિકતા જાણવા મળી.વાસ્તવિકતા જાણી પ્રભુ સૂર્યનારાયણ પણ ઘોડા નુ સ્વરૂપ લઈ પૃથ્વી ઉપર અવતરિત થાય છે. તે માતાનુ તપ ભંગ કરે છે. ત્યારબાદ પ્રભુ સૂર્યનારાયણદેવ દેવી રાંદલના કહેવાથી તેમનુ તેજ ઓછું કરે છે અને આ પૃથ્વીને તેમના આકરા તાપ થી બચાવવાનુ વચન આપે છે.

આ સાથે જ દેવી માતા રાંદલના તપ થી પ્રસન્ન થઈને તેમણે વરદાન આપ્યું કે, જે કોઈ દેવી રાંદલના બે લોટા તેડશે. તેમના ઘરમાં, સુખ, શાંતિ ને પ્રગતિ થશે. એક લોટો દેવી રાંદલ નો અને એક લોટો દેવી છાયા નો. આમ, આ કારણોસર આ રાંદલ ના લોટા તેડવાની પરંપરા બની, જે આજે પણ જોવા મળે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *