શા માટે કરી હતી ઋષિ વાલ્મીકિએ રામાયણની રચના, જાણો ક્યારે અને કેવી રીતે મળી પ્રેરણા

રામાયણ એ મહાકાવ્ય છે જે ફક્ત ભારટમાં જ નહિ ભારતની બહાર પણ એટલુજ પ્રસિદ્ધ છે. રામાયણ માંથી પ્રેરણા લઈને પશ્ચિમ માં પણ ઘણી વાર્તાઓનું નિર્માણ થયું છે.આ મહાન ગ્રંથ ની રચના ઋષિ વાલ્મીકિએ કરી હતી. ચાલો જાણીએ ઋષિ વાલ્મીકિએ રામાયણની રચના શા માટે કરી અને તેને તેની રચના કરવાની પ્રેરણા ક્યારે અને કેવી રીતે મળી તે વિશે.

વાલ્મિકીના આશ્રમમાં નારદજી પધાર્યા હતા. ત્યારે વાલ્મીકિએ નારદજીને પૂછ્યું, આ સંસાર માં એવો કયો પુરુષ છે જે વિદ્વાન, ગુણવાન, વીર્યવાન, સમર્થ, કૃતજ્ઞ, સત્યવાદી, અને દરેક નું હિત કરવાવાળો, કોઈની ઈર્ષા ના કરનાર, અને પરાક્રમી હોય.ત્યારે નારદજી એ કહ્યું આ બધા ગુણ ધરાવતો એક જ વ્યક્તિ છે અને તે છે રાજા દશરથ નો પુત્ર રામ.

હાલમાં તે અયોધ્યાના રાજા છે. અને ત્યારબાદ નારદજીએ વાલ્મીકિને ટુકમાં રામકથા સંભળાવી અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ ઋષિ વાલ્મીકી તમસા નદીના કિનારે પહોચ્યા. ત્યાં કૌંચ પક્ષીનું સુંદર જોડું જલ્ક્રિયા કરી રહ્યું હતું. તે સમયે એક શિકારી ત્યાં આવ્યો અને જોત જોતામાં તેણે નર પક્ષીઓને મારી નાખ્યું.

માદા પક્ષી આ જોઇને વિલાપ કરવા લાગી. આ ગ્રશ્ય જોઇને ઋષિ વાલ્મીકી ને ખુબજ ગુસ્સો આવ્યો. અને તેના મુખમાંથી તે શિકારી માટે શ્રાપ નીકળી ગયો. તે શ્રાપ એક શ્લોક ના સ્વરૂપમાં હતો.અને તેને ગાઈ પણ શકાય છે. તે શ્લોક નો અર્થ હતો ‘તે કામોન્મુખ્ત નર ને માર્યો છે

તેથી તને ક્યાય પણ શાંતિ નહિ મળે’ હકીકતમાં અજાણતાજ ઋષિ વાલ્મીકીના મુખ માંથી આ દુનિયાનું પહેલું કાવ્ય નીકળ્યું હતું,જે ચાર પદ માં હતું અને ચારેય પદ ના અક્ષરો સમાન હતા. તેથીજ વાલ્મીકિને આદી કવિ કહેવામાં આવે છે. ઋષિ વાલ્મીકીએ શિકારીને શ્રાપ તો આપી દીધો

પરંતુ મનમાં ને મનમાં દુખી થઇ રહ્યા હતાકે મેં ક્રોધમાં આવીને શિકારીને આવો ભયંકર શ્રાપ આપી દીધો.ત્યારે ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા અને વાલ્મીકિને કીધું કે તમે ચિંતા ના કરો, તમારા મુખમાંથી નીકળેલા શબ્દો મારી જ પ્રેરણા હતી. હવે તમે આવી જ રીતે શ્રીરામ ના જન્મ અને છુપા ચરિત્ર નું વર્ણન કરો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *