જાણો હિન્દુ ધર્મમાં રામાયણની અંદર ભગવાન શ્રી રામએ રચેલી આ લીલા વિષે

રામાયણ મનુષ્ય ને ધર્મ ના માર્ગમાં ચાલવા માટે પ્રરિત કરે છે. રામાયણમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે જેના કારણે આ ઘટનાઓ આપણા જીવન ની વિશે ઘણી સકારાત્મક પ્રેરણા આપે છે.રામાયણ માં ભગવાન એં એ શિવ ધનુષ તોડીને દેવી સીતાની સાથે વિવાહ કર્યા હતા, ભગવાન રામના રાજ્યાભિષેકની તૈયારી માં માતા કૈકેયી દ્વારા રાજા દશરથ થી રામ માટે ૧૪ વર્ષ નો વનવાસ તેમજ ભરત ને રાજ ગાડી બેસાડવો વગેરે આ બધી ઘટનાઓ રામાયણ માં ઘટેલી છે.

સાથે જ અમુક એવી ઘટના પણ છે જેની વિશે બધા લોકો માનવું છે કે આ ઘટના ખોટી નીકળી એવું અને થવું ન જોઈએજેમ દેવી સીતા ને એમની પવિત્રતા આપવા માટે અગ્નિ પરીક્ષા આપવી જેમાં એને અગ્નિ માં બેસવું પડ્યું હતું જે આપણે બધા ખોટું માનીએ છીએ. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે.

આજે અમે આ લેખ માં આની વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જયારે ભગવાન રામ ૧૪ વર્ષ ના વનવાસ માં હતા એ સમયે એની સાથે દેવી માતા તેમજ અનુજ લક્ષ્મણ પણ હતા.તે વન માં એમના વનવાસ કાળ વ્યતીત કરી રહ્યા હતા એ દરમિયાન સુરપંખા નું નાક લક્ષ્મણ એ કાપ્યું હતું. એક દિવસ ભગવાન રામ દેવી સીતા થી બોલ્યા પ્રિય હવે હું મારી લીલા શરૂ કરવા જઈ રહ્યો છું,

જેમાં રાવણ ની સાથે યુદ્ધ કરીને એને મૃત્યુ દંડ દેવો છે, જેમાં રાવણ તમારું અપહરણ કરશે.આવું બોલ્યા પછી રામ એ દેવી સીતા ને કહ્યું જ્યાં સુધી હું પૃથ્વી થી રાક્ષશો નો અંત નહિ કરી દેતો ત્યા સુધી તમે અગ્નિ સુરક્ષા માં રહો,પછી શ્રીરામ ની આજ્ઞાથી બ્રહ્મ દેવ એ દેવી સીતા નો પ્રિતબિંબ આપ્યો. પછી દેવી સીતા એ શ્રીરામ ની આજ્ઞા મેળવી અગ્નિ માં એમણે પોતાને સુરક્ષિત કર્યા.

રાવણ એ માતા સીતા નું અપહરણ કરી એને અશોક વાટિકા માં રાખ્યા, રામ રાવણ ના યુદ્ધ માં રાવણ ના મૃત્યુ પછી જયારે દેવી સીતા રામ ની પાસે આવ્યા ત્યારે એ સમયે ભગવાન રામ એ લીલા રચતા દેવી સીતા ને અગ્નિ પરીક્ષા ની વાત કીધી જે અગ્નિ પરીક્ષા માં વાસ્તવિક દેવી સીતા સુરક્ષિત ધ્યાન મુદ્રા માં આવ્યા તેમજ પ્રભુ શ્રીરામ થી એની મુલાકાત થઇ.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *