રામાયણના યુદ્ધ દરમિયાન રામ અને લક્ષ્મણનું અપહરણ કરીને તેને આ જગ્યાએ લઈ આવ્યા હતા

સમગ્ર વિશ્વની અંદર દેવી-દેવતાઓના મંદિરો જોવા મળે છે અને દરેક લોકો આ મંદિરોની અંદર ખૂબ શ્રદ્ધાથી દેવી-દેવતાઓને નમન કરતા હોય છે.હિન્દુ ધર્મગ્રંથોની અંદર અનેક પ્રકારના રાક્ષસો અને અસુરો નું વર્ણન કરવામાં આવ્યું છે. જેમણે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ ઋષિમુનિઓ અને ત્યાં સુધી કે દેવતાઓને પણ ખૂબ હેરાન કર્યા છે

અને દેવતાઓએ આવા અનેક અસુરોના વધ કર્યા છેઅને લોકોને સુખ શાંતિ પ્રદાન કરી છે તથા સમગ્ર પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરી છે. ભારતમાં ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં દેવતાઓ નહીં પરંતુ અસુરોના મંદિરો બનાવવામાં આવ્યા છે અને આ અસુરોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા મંદિરો વિશે કે જ્યાં આવા અસુરોની પૂજા થાય છે.

દુર્યોધન મંદિર :– ઉતરાખંડ ના નેટવાર ગામ થી અંદાજે ૧૨ કિલોમીટર દૂર મહાભારતના દુર્યોધન નું મંદિર આવેલું છે. આ મંદિરની અંદર દુર્યોધનને દેવતાની જેમ જ પૂજા કરવામાં આવે છે અને અહીંયા દુર્યોધનની પૂજા કરવા માટે લોકો દૂર દૂરથી એકઠા થાય છે અને આ જ મંદિરથી થોડે દૂર દુર્યોધનના પ્રિય મિત્ર કર્ણ નું પણ મંદિર આવેલું છે.

રાવણ નું મંદિર :- ઉત્તર પ્રદેશના કાનપુર શહેરથી થોડે દૂર રાવણ નું મંદિર પણ આવેલું છે. જ્યાં રાવણની પુજા કરવામાં આવે છે. અહીંયા રાવણને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે અને રાવણની પૂજા પણ કરવામાં આવે છે.એવું કહેવાય છે કે આ જગ્યા ઉપર ૧૮૯૦ ની અંદર આ મંદિર બનાવવામાં આવ્યું હતું.

પૂતના નું મંદિર :- ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ નગર ગોકુલ ની અંદર ભગવાન શ્રીકૃષ્ણને દૂધ પીવડાવીને મારવાના બહાને આવેલી માસી પૂતનાનો ભગવાન શ્રી કૃષ્ણએ વધ કર્યો હતો.ત્યારે એ જગ્યાએ પૂતનાનું એક મંદિર પણ આવેલું છે. આ જગ્યાએ પૂતના ની સૂતેલી મૂર્તિ રાખવામાં આવેલી છે

અને તેના છાતી ઉપર ભગવાન શ્રીકૃષ્ણ ચડેલા હોય તેવી મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે.અહીંયા એવી માન્યતા છે કે ભલે તેણે શ્રીકૃષ્ણનો વધ કરવા માટે તેને સ્તનપાન કરાવ્યું હોય પરંતુ તેણે એક માતાના રુપમાં શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવ્યું હતું અને આથી જ તે ત્યાંના લોકો માટે પૂજનીય છે.

અહિરાવણ મંદિર :- ઝાંસી થી થોડે દુર ભગવાન હનુમાન નું એક મંદિર આવેલું છે અને ત્યાંથી જ થોડેક દૂર અહીં રાવણ નું પણ મંદિર આવેલું છે. રાવણ ના નાના ભાઈ અહિરાવણ રામાયણના યુદ્ધ દરમિયાન રામ અને લક્ષ્મણનું અપહરણ કરીને તેને આ જગ્યાએ લઈ આવ્યા હતા

અને આથી જ અંદાજે ૩૦૦ વર્ષ જુના આ મંદિરની અંદર હનુમાનજીની એક ખૂબ મોટી મૂર્તિ છે. અને સાથે સાથે અહિરાવણ અને તેના ભાઈ મહી રાવણની પણ અહીંયા મૂર્તિ છે અને તેની પણ પૂજા કરવામાં આવે છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *