પ્રોટીનની વાત આવે છે, ત્યાર ઇંડા અને પનીરનું નામ સૌથી પહેલાં આવે છે. બંનેમાં પ્રોટીન તેમજ અન્ય ઘણાં પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, બી-12 અને આયર્ન હોય છે. પનીર અને ઈંડા બંને પોષણયુક્ત ખોરાક છે. બંને ખાસ કરીને પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે. જો તમે મસલ્સ બનાવવા માંગો છો અથવા વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો તમને પ્રોટીનનું મહત્વ ખબર હશે.
જ્યારે પ્રોટીનની વાત આવે છે, ત્યાર ઇંડા અને પનીરનું નામ સૌથી પહેલાં આવે છે. બંનેમાં પ્રોટીન તેમજ અન્ય ઘણાં પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, બી-12 અને આયર્ન હોય છે. શાકાહારીઓ માટે દાળ અને પનીર એ પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે પરંતુ માંસાહારીઓ માટે બંને વિકલ્પો છે. તો ચાલો જાણીએ કે પ્રોટીન શેમાંથી વધુ મળે છે.
ઈંડા અને પનીર વચ્ચે પ્રોટીનની તુલના કરવા માટે વ્યક્તિએ સમાન પ્રમાણમાં તે ખોરાક લઈ તેમાં પ્રોટીનની ઉપલબ્ધતા જોવી પડશે. ઇંડામાં પ્રોટીનની તુલના પ્રતિ નંગ (પીસ) મુજબ કરવામાં આવે છે, જ્યારે પનીરમાં તેની ગણતરી ગ્રામમાં થાય છે.એક બાફેલા ઈંડામાં 5.5 ગ્રામ પ્રોટીન, 4.2 ગ્રામ ફેટ, 24.6 મિલિગ્રામ કેલ્શિયમ, આયર્ન 0.8 મિલિગ્રામ અને મેગ્નેશિયમ 5.3 મિલિગ્રામ હોય છે.
ઈંડાની જેમ પનીરને પણ ઘણી રીતે ડાયટમાં સામેલ કરી શકાય છે. 40 ગ્રામ લો ફેટ કોટેજ ચીજ અથવા પનીરમાં 7.54 ગ્રામ પ્રોટીન, 5.88 ગ્રામ ફેટ, 4.96 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 37.32 માઇક્રોગ્રામ ફોલેટ્સ્, અને 190.4 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.જો આપણે પોષક તત્વો વિશે વાત કરીએ તો, ઈંડા અને ચીઝ બંને આપણા સ્નાયુઓને સ્વસ્થ અને મજબૂત બનાવે છે.
આ સાથે, પૂરતી માત્રામાં કુદરતી સુંવાળીતા સાથે,આપણા શરીરના આંતરિક કોષોને પૂરતા પ્રમાણમાં ભેજ આપે છે. જેમાં તેમાં ભેજ બ્લોક કરવાનું કામ કરે છે.ઈંડા અને પનીર બંનેમાં લગભગ સમાન પ્રકારના પોષક તત્વો હોય છે. પ્રોટીન સહિત, બંને વિટામિન બી-12, આયર્ન, કેલ્શિયમ અને ઘણાં વિટામિન્સનો સ્રોત છે.
ઈંડા અને પનીર બોડી બનાવવા અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે આ બંને આહાર તમારી ડાયટમાં સામેલ કરી શકો છો.શરીરમાં પ્રોટીનની કમી થવા પર શરીરમાં એનર્જી ઓછી થવા લાગે છે. વાળ ખરે છે અને નખ પણ વીક થવા લાગે છે. વજન ઓછું થઈ જાય છે, ઘા જલ્દી રૂઝાતા નથી.
માથાના દુખાવા જેવી સમસ્યાઓ થાય છે.પ્રોટીનની જરૂર આપણાં વજન પર નિર્ભર કરે છે અને તમે કેટલીક કેલરી લો છો તેના પર પણ નિર્ભર કરે છે. તમારી કુલ કેલરીમાં 20થી 35 ટકા પ્રોટીન હોવું જોવું. જો તમે રોજ 2000 કેલરીનું સેવન કરો છો તો તેમાં 600 કેલરી પ્રોટીનમાંથી મળેલી હોવી જોઈએ.
Leave a Reply