જે પણ શ્રદ્ધાપૂર્વક રાધાજીના આ નામ નું જપ કરે છે તે પ્રભુની ગોદમાં બેસીને પ્રેમ મેળવી શકે છે.

રાધાજીના ૩૨ નામોનું સ્મરણ કરવાથી જીવનમાં સુખ, પ્રેમ અને શાંતિ નું વરદાન મળે છે. ધન અને સંપતિ તો આવતી જતી રહે છે. જીવનમાં સૌથી વધારે જરૂરી છે પ્રેમ અને શાંતિ. શ્રી રાધાજીના આ નામ જીવન ને શાંતિ અને સુખમયી બનાવે છે.જે પણ શ્રદ્ધાપૂર્વક રાધાજીના નામ નું આશ્રય લે છે તે પ્રભુની ગોદમાં બેસીને એનોપ પ્રેમ મેળવી શકે છે.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં સ્વયં શ્રી હતી વિષ્ણુજી એ કહ્યું છે કે જે વ્યક્તિ ભૂલમાં પણ રાધા કહે છે એની આગળ હું સુદર્શન ચક્ર લઈને જાવ છું.એની પાછળ સ્વયં શિવજી એના ત્રિશુલ લઈને જાય છે. એની ડાબી બાજુ ઇન્દ્ર વ્રજ લઈને જાય છે અને જમણી બાજુ વરૂણ દેવ છત્ર લઈને જાય છે. આ છે શ્રી રાધાજીના ૩૨ નામ :

 • મૃદુલ ભાષિણી રાધા
 • સૌન્દર્ય રાષીણી રાધા
 • પરમ પુનિતા રાધા
 • નિત્ય નવનીત રાધા

 

 • રાસ વિલાસીની રાધા
 • દિવ્ય સુવાસિની રાધા
 • નવલ કિશોરી રાધા
 • અતીહી ભોરી રાધા
 • કંચનવર્ણી રાધા

 

 • નિત્ય સુખકરણી રાધા
 • સુભગ ભામિની રાધા
 • જગત સ્વામીની રાધા
 • કૃષ્ણ આનંદીની રાધા
 • આનંદ કંદીની રાધા
 • પ્રેમ મૂર્તિ રાધા
 • રસ આપૂર્તિ રાધા
 • નવલ બ્રજેશ્વર રાધા
 • નિત્ય રસેશ્વર રાધા

 

 • કોમલ અંગીની રાધા
 • કૃષ્ણ સંગીની રાધા
 • કૃપા વર્ષીણી રાધા
 • પરમ હર્ષીણી રાધા
 • સિંધુ સ્વરૂપ રાધા
 • પરમ અનુપા રાધા

 

 • પરમ હિતકારી રાધા
 • કૃષ્ણ સુખકારી રાધા
 • નિકુંજ સ્વામીની રાધા
 • નવલ ભામિની રાધા

 

 • રસ રાસેશ્વરી રાધા
 • સ્વયં પરમેશ્વરી રાધા
 • સકલ ગુણીતા રાધા
 • રસીકીની પુનિતા રાધા “ હાથ જોડી વંદન કરું હું_નિત નિત કરું પ્રણામ_મનથી હું ગાતી રહું_શ્રી રાધા રાધા નામ”


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *