જાણો આ પવિત્ર મંદીરમાં નદીના પાણીથી સળગે છે દેવી માં નો દીવો..

દરેક ધર્મમાં મૂર્તિ પૂજાનુ પોતાનું ખાસ મહત્વ હોય છે. દેશમાં ખૂણે ખૂણે લાખોની સંખ્યામા મંદિરો આવેલ છે. ખાસ વાત એ છે કે એમાંથી કેટલાક મંદિરોમાં હજી પણ ચમત્કારો જોવા મળે છે. જેના કારણો વિષે વિજ્ઞાન આજ સુધી શોધી શક્યું નથી. આ સંબંધમા, જ્યોતિષી ના જાણકાર પંડિત સુનિલ શર્માનું કહેવુ છે કે આસ્થા અને વિશ્વાસનું કોઈ પણ સ્વરૂપ હોતુ નથી.

સાથે તે પણ સાચું છે કે જ્યાં આસ્થા હોય છે, ત્યાં ચમત્કાર પણ થાય છે. અને તે પણ એટલું જ સત્ય છે કે જ્યાં ચમત્કારો થતા જોવા મળે છે, ત્યાં લોકોની શ્રદ્ધા પણ વધે છે. હકીકતમાં, ભારતમાં એવા ઘણાં ધર્મસ્થળ છે, જેનું પોતાનું કોઇને કોઇ વિશેષ મહત્વ જોવા મળે છે.

મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં આશરે ૯ વર્ષ પહેલાં એક ઘટના બનેલી ત્યારે અહીંના લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. આ સ્થાન પર થયેલા ચમત્કારોથી અહીંના લોકોનો વિશ્વાસ વધારે થઇ ગયો છે. આજે અમે તમને મંદિરમાં થયેલી એક વિચિત્ર ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં આજે પણ ભક્તોની આસ્થા અને વિશ્વાસને મજબૂત બનાવતી રેખા દેખાય છે.

એવું કહેવામાં આવે છે કે આ મંદિર મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં, કાલીસિંધ નદીના કિનારા પર એક દેવી માતાનું મંદિર સ્થિત છે. જ્યા જ્વાલા દેવી મંદિરની જેમ ૨૪ કલાક સુધી દીવો સળગતો રહે છે. આ ઉપરાંત અહીંની ખાસ વાત એ છે કે જ્યા એક તરફ પાણીથી અગ્નિ બુઝાય છે.

તેમજ આ મંદિરનો દીવો તેલ કે ઘીથી નહીં પરંતુ પાણીથી પ્રગટાવવામાં આવે છે. તેજ રીતે, આજ સુધી આ માટેનુ કોઈ કારણ વૈજ્જ્ઞાનિકો  શોધી શક્યા નથી. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના ગડીયાઘાટ મંદિરનું રહસ્ય પણ કંઇક એવું જ છે, અહીં નવ વર્ષથી એક પવિત્ર જ્યોત પ્રજ્જલીત થાય છે.

જો કે દેશમાં એવા ઘણા બધા મંદિરો છે, જ્યાં અહીથી વધુ લાંબા સમયથી દીવાઓ પ્રગટે છે, પરંતુ અહી સળગવા વાળી જ્યોતની કંઈક અલગ વિશેષતા છે. મંદિરના પૂજારીનો દાવો છે કે આ મંદિરમાં જે દીવો પ્રગટે છે તે તેલ અથવા ઘીથી નહીં, પરંતુ નદીના પાણીથી સળગી રહ્યો છે. એટલે કે, દીવામાં તેલ નહી, પરતુ પાણી જ રેડવામાં આવે છે. તેમજ, આ મંદિરમાં માતાના ચમત્કારથી પાણી પડતાની સાથે જ દીવો વધારે ઝડપથી સળગવા લાગે છે.

પાણીથી દીવો સળગ્યો કેવી રીતે? અહીંના પૂજારીનુ કહેવુ છે કે ભૂતકાળમાં માતા દેવીની સામે સામાન્ય તેલનો દીવો પ્રગટાવવામાં આવતો હતો, પરંતુ ૯ વર્ષ પહેલાં, એક રાતના સ્વપ્નમાં, મંદિરની દેવીએ તેના દર્શન કર્યા, માતાએ જ તેને પાણીથી દીવો પ્રગટાવવા માટે કહ્યું.

જેના પછી, માતાના આદેશ પર તેમણે સવારે બરાબર તે જ કર્યું. તેણે કહ્યું કે જ્યારે આ ચમત્કાર વિશે તેમણે ગામના લોકોને કહ્યું, ત્યારે કોઈએ તેનો વિશ્વાસ ન કર્યો, પરંતુ જ્યારે તેણે બધાની સામે દિવામા પાણી રેડતા જ્યોત સળગાવ્યો, ત્યારે જ્યોત સળગાવવા લાગી હતી.

નદીના પાણીનો થાય છે ઉપયોગ : પાણીથી દીવાનુ સળગવુ એ ખરેખર એક અદ્ભુત ઘટના છે જેના પર વિશ્વાસ કરવુ મુશ્કેલ છે. તેના વિશે પુજારીનો દાવો છે કે કાલીસિંધ નદીનુ પાણી રેડવામાં આવે છે. જ્યારે દીવામાં પાણી રેડવામાં આવે છે, ત્યારે તે ચીકણું પ્રવાહી બને છે, જેના કારણે દીવો સતત બળ્તો રહે છે.

આ ચમત્કારિક ઘટના વિસ્તારોમાં ફેલાતાં ભક્તોએ આ ચમત્કાર જોવા આવાનુ શરૂઆત કરી. પૂજારીના જણાવ્યા મુજબ પાણીથી પ્રગટાવવામાં આવતો દીવો વરસાદના મોસમમા પ્રગટાવવામાં આવતો નથી. તેમનું કહેવું છે કે વરસાદની મોસમમાં પાણીના સ્તરમાં વધારો થવાને કારણે આ મંદિર  કાલિસિંધ નદીના પાણીમાં ડૂબી જાય છે.

જેથી અહીં પૂજા કરવી શક્ય નથી હોતુ. તેના પછી, શારદિયા નવરાત્રિનો પ્રથમ દિવસ એટલેકે પાડવા તીથીથી પ્રગટાવવામાં આવે છે, જે વરસાદની મોસમના આગમન સુધી સળગતા રહે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *