ભારત ચમત્કાર અને આસ્થાનો દેશ છે. કાશ્મીરથી કન્યા કુમારી સુધી ઘણા ચમત્કારી મંદિરો, દરગાહ, ગામ, સાધુ, સંત, તાંત્રિક અને રહસ્યમય ગુફાઓ મળી આવે છે. હવે આને ચમત્કાર કહો કે અંધવિશ્વાસ પરંતુ આ શહેરમાં એક એવું પણ સ્થાન છેજ્યાં જવાથી મનુષ્ય પથ્થર બની જાય છે.
દેશમાં એવા ઘણા ગામ છે જેના લોકો સાધુના શ્રાપથી પથ્થર બની ગયા હોય. મધ્યપ્રદેશ માં દેવાસ પાસે ગાંધર્વપૂરી છે તો રાજસ્થાનમાં બાડમેર પાસે કીરડું શહેર.જ્યાં જવા પર લોકો ખુબજ ડરે છે. રાજસ્થાનના આ ગામમાં રાત્રે પગ રાખ્તાજ વ્યક્તિ પથ્થરના બની જાય છે. અને આની પાછળનું કારણ આજ સુધી કોઈ જ નથી જાણી શક્યું. અને કોઈએ આ જાણવાની હિંમત પણ નથી કરી.
કીરાડુ શહેર એક રહસ્ય ને પોતાની અંદર લીને દફન છે, કહેવાય છે કે એક સમય હતો જયારે અ સ્થાન પણ એક સામાન્ય જગ્યા જેવું હતું અને ત્યાં પણ મનુષ્યોની ચહલ ફળ બની રહેતી હતી. અને લોકો અહી ખુશ ખુશાલ જીવન વિતાવતા હતા.અહી દરેક પ્રકારનું સુખ સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી.
અને એક દિવસ અચાનક આ શહેરની કિસ્મત બદલાઈ ગઈ. માન્યતા છે કે આ શહેર પર એક સાધુ નો શ્રાપ લાગેલો છે. આ ૯૦૦ વર્ષ પહેલાની વાત છે.આ શહેરમાં એક સિદ્ધ સંત આવ્યા અને થોડા દિવસ રહ્યા પછી તે તીર્થ ભ્રમણ કરવા નીકળી ગયા અને પોતાના સાથીઓને ગામવાસી પાસે જ છોડ્યા અને કહ્યું કે તમે લોકો આમને ભોજન પાણી આપજો અને તેની સુરક્ષા કરજો.
સંતના ગયા પછી તેના બધા જ શિષ્યો બીમાર પડી ગયા એક કુમારી સિવાઈ કોઈ પણ વ્યક્તિએ તેમની મદદ ના કરી. ઘણા સમય પછી સંત પાછા એ નગર માં આવ્યા અને તેને જોયું કે મારા બધાજ શિષ્યો ભૂખથી તડપી રહ્યા છે.અને આ બધું જોઇને સંતને ખુબજ ગુસ્સો આવ્યો. અને તેણે કહ્યું જે સ્થાન પર સાધુ સંતો પ્રત્યે દયા ભાવ નથી તેને બીજા પ્રત્યે દયા શું આવવાની?
આવા સ્થાન પર માનવ જાતિએ નાં રહેવું જોઈએ.અને તેને પોતાના હાથમાં જળ લઇ કહ્યું જે વ્યક્તિ જ્યાં પણ જે સ્થિતિમાં છે સાંજ સુધીમાં બધાજ પથ્થર બની જશે. પછી તેણે એ કુમારીને જેણે તેના શિષ્યોની સેવા કરી હતી તેને બોલાવીઅને કહ્યું કે તું સાંજ સુધીમાં આ શહેર છોડી દેજે. અને જાતી વખતે પાછું ફરીને નાં જોવું. કુમારી સાંજે ગામ છોડીને જાતી રહી પરતું જતા જતા તેણે પણ પાછળ ફરીને જોઈ લીધું અને એ પણ પથ્થરની બની ગઈ. આ શ્રાપના કારણે આજે આખું ગામ પથ્થરનું બનેલું છે.
Leave a Reply