પથરીની સમસ્યા આજકાલ સામાન્ય થતી જઈ રહી છે. જ્યા પહેલા પથરીના દર્દી ક્યારેક જોવા મળતા હતા. ત્યા આજકાલ દરેક બીજા વ્યક્તિને પથરીની બીમારી થઈ જાય છે. સામાન્ય રીતે પથરી દરેક વયના લોકોને થઈ શકે છે. આ બીમારી મહિલાઓ કરતા પુરૂષોમા વધુ તકલીફ આપનારી હોય છે.કેટલાંક એવા ઉપચાર અને વનસ્પતિ છે જેની મદદથી તમે પથરીના દર્દમાં રાહત મેળવી શકો છો.
પથરીના દર્દીને ડુંગળીના રસમાં ખાંડ મેળવીને શરબત બનાવો અને પીવડાવો. આ રસ ખાલી પેટે જ પીવો. મૂત્રાશય વાટે પથરી નાના-નાના કણ રૂપે બહાર નિકળી જશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આ રસનું સેવન વધુ ન કરવું. કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.કળથીનો બીજો ઉપાય છે.
જેમાં કળથી 50 ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે. લીલા નારિયેળને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને પથરીના દુખાવામાં લીલા નારિયેળનું પાણી પીવું. જેથી તમને થોડાક દિવસમાં રાહત મળી શકે છે.કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોવાથી તેનો રસ છાશ સાથે પીવાથી પથરી મૂત્ર વાટે બહાર નીકળી જાઈ છે.
પથરી મટાડવા માટે દૂધી ના બી રામબાણ ઈલાજ છે. તેના થી પેશાબ સાફ આવે છે. અને પથરી નીકળી જાઈ છે.મોટી એલચી, તજબૂચના બીજનો પાવડર, બે ચમચી સાકરને એક કપ પાણીમાં મેળવી અને સવાર-સાંજ પીવાથી પથરી નીકળી જાય છે. આ ઉપાય 15 દિવસ સુધી સતત કરવાથી લાભ થાય છે. મકાઇ ના ભોડકા ને બાળી તેની રાખ સવારે અને સાંજે પાણી સાથે પીવાથી પથરી નીકળી જાઈ છે અને પેટ માં દુખાવો થતો નથી.
ખાંરો નાખી ને ઘઉં અને ચણાને ઉકાળીને પીવાથી પથરી ભાંગીને મૂત્ર વાટે નીકળી જાઈ છે.લીંબુ નો રસ નારિયેળના પાણીમાં નાખી ને પીવાથી પથરી મટી જાઈ છે. રિંગણાનું શાક ખાવાથી પણ પથરી નીકળી જાય છે.તે સિવાય પાકેલા કાળા જાંબુ પથરીમાં ખાવા હિતાવહ છે. જાંબુ ખાવાથી પથરીની સમસ્યા જડમૂળથી ગાયબ થાય છે. અતિશય પથરીનો દુખાવો થઇ રહ્યો છે તો જીરું અને સાકરને સમાન માત્રામાં લઈ અને વાટી લેવા.
તેના પાવડરને ઠંડા પાણી સાથે દિવસમાં ત્રણ વાર લેવાથી લાભ થાય છે.સાકર, વરિયાળી, સુકા ધાણાને 50-50 ગ્રામ લેવા અને તેને પાણીમાં પલાળી રાખવા. 6થી 7 કલાક પછી આ પાણીને ગાળીને પી જવું. આ પાણી પીવાથી તમને પથરીના દુખાવાથી રાહત મળી શકે છે. બીલીપત્રમાં થોડું પાણી ઊમેરીને તેની પેસ્ટ બનાવો તેમાં થાડા કાળા મરી ઉમેરી અને ખાવું. રોજ કાળા મરીની સંખ્યા થોડી વધારી દેવી.
Leave a Reply