ચહેરા પરના ડાઘ, બ્લેકહેડ્સ દૂર કરવા કરો આ પેસ્ટનો ઉપયોગ

દરેક વ્યક્તિ તેમના ચેહરાની ખૂબસૂરતી માટે પ્રયત્ન કરતા હોય છે.બજારમાં આવી ઘણી બધી પ્રોડક્ટ મળે છે જેના થકી ચેહરાની સુંદરતા વધારી શકાય છે પરંતુ બજારમાં મળતી પ્રોડક્ટ કેમિકલ્સ નો ઉપયોગ કરે છે.જેથી આપણા ચેહરાની સુંદરતા ખરાબ થાય છે.તેથી અમે નમને જણાવીશું ઘરેલું ઉપાય જેથી ત્વચા ચમકવા લાગશે.નારંગીમાં વિટામિન સી ની માત્રા ઘણી મળી આવે છે

જે ચહેરાને સુંદર બનાવવામાં મદદ કરે છે. નારંગી ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નારંગીની છાલમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવવા માટે પણ મદદગાર છે. જો તમે નારંગીની છાલનો ઉપયોગ કરો છો તો તે તમારા ચહેરા પરના ડાઘ, બ્લેકહેડ્સ દૂર થઈ જશે.નારંગીની છાલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ખીલની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે.

પાવડર બનાવવાની રીત

  1. તમે નારંગીની છાલનો પાવડર બનાવવા માટે પહેલા નારંગીની છાલને તડકામાં સારી રીતે સૂકવી લો.
  2. જ્યારે નારંગીની છાલ સુકાઈ જાય ત્યારે તમે તેને બારીક પીસી લો.
  3. નારંગીની છાલના પાઉડરમાં ૨ ચમચી હળદર પાવડર મેળવો અને તેમાં થોડું ગુલાબજળ મેળવો અને તે બધાને બરાબર રીતે મિક્સ કરો.

ઉપયોગ :-

  1. નારંગીની છાલનો પાઉડર ઉપયોગ કરતા પહેલા તમારા ચહેરાને સાફ પાણીથી બરાબર ધોઈ લો.
  2. હવે આ નારંગીની છાલની પેસ્ટ તમારા ચહેરા પર લગાવો.
  3. લગભગ ૧૫ મિનિટ સુધી પેસ્ટને ચહેરા પર રહેવા દો, પછી તમારા ચહેરાને સાદા પાણીથી ધોઈ લો.  તેનો ઉપયોગ કરવાથી તમારા ચહેરા પર પહેલા કરતા વધારે ચમક આવશે.

શુષ્ક ત્વચા માટે

જો તમારા ચહેરાની ત્વચા શુષ્ક છે તો તમે આવી સ્થિતિમાં નારંગીની છાલ અને દૂધથી બનેલા પેકનો ઉપયોગ કરવો જોઈએ. નારંગીની છાલના પાવડરમાં થોડું દૂધ ઉમેરીને મિશ્રણ તૈયાર કરો અને તેને તમારા ચહેરા પર હળવેથી લગાવીને ૧૫ મિનિટ સુધી છોડી દો(રહેવા દો) તે પછી તમે પાણીની મદદથી તમારા ચહેરાને ધોઈ લો.આ રીતે ઉપયોગ કરવાથી તમારા ચહેરાની શુષ્કતાની સમસ્યા દૂર થશે અને ચહેરો પણ સુધરશે.સાથે સાથે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓથી પણ મુક્તિ મેળવશે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *