ઉંઘ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આ કારણ છે કે નિષ્ણાતો દરેકને દરરોજ ૭ થી ૮ કલાક સૂવાની સલાહ આપે છે. સામાન્ય રીતે લોકોને એકલા સૂવું ગમે છે. આનાથી તેઓ આરામથી સૂઈ શકે છે અને આખા પલંગ પર ફેલાયને સુવે છે.
ઘણા લોકો લગ્ન પછી પણ અલગથી સુતા હોય છે. જો તમે તમારા પાર્ટનર સાથે ચોંટીને અથવા ગળે લગાવીને સુતા હોય તો પછી આ વસ્તુઓ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે તે દંપતીને ખુબ જ વધુ સારા ફાયદાઓ મળે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે જેને આપણે પ્રેમ કરીએ છીએ તેની સાથે વળગીને સુવાથી બંને વચ્ચેના સંબંધો મજબૂત બને છે. આજે અમે તમને જીવનસાથી સાથે સુવાના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ એના ફાયદા..
તણાવ મુક્ત રહેવું :- દિવસ દરમ્યાન આપણી સાથે ઘણી ઘટનાઓ બને છે. કેટલીકવાર દિવસ સારો નથી જતો અને આપણે ઘણાં તાણમાં રહેવી છીએ. આવી સ્થિતિમાં ઉંઘ પણ બરાબર આવતી નથી. જો તમે તમારા પાર્ટનરને ગળે લગાડીને સુવો છો તો તે એક સુરક્ષાની લાગણી અનુભવાય છે. .
મજબૂત રોગપ્રતિકારક શક્તિ :- જીવનસાથી સાથે સૂવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે. ખરેખર આ રીતે સુવાથી આપણું મગજ શરીરમાં કેટલાક એવા રસાયણો બહાર કાઢે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
થાક દૂર કરવો :- જો તમે દિવસભર કામમાં વ્યસ્ત રહો છો તો તમારા જીવનસાથીને રાત્રે ભેટીને સૂઈ જવું એ સારી લાગણી અનુભવાય છે. આ તમારા દિવસની બધી થાક દૂર કરે છે.
સારું સ્વાસ્થ્ય :- અપૂરતી ઉંઘ, તણાવ, વધુ વિચાર આ બધી બાબતો તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. તેથી જો તમે તમારા સાથી સાથે ત્વચાના અડીને સુવો છો તો માનસિક રીતે તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જીવનસાથીને સ્પર્શ કરીને સૂવું તમારી એડ્રેનલ ગ્રંથિને કોર્ટિસોલ બંધ કરવાનું સંકેત આપે છે. તે તમારા મનનો તમામ ડર પણ દૂર કરે છે.
પીડાથી રાહત :- જીવનસાથી સાથે ચીપકીને સૂવું એક રીતે કુદરતી પીડા નિવારણ તરીકે પણ કામ કરે છે. જીવનસાથી સાથે સૂતા સમયે આપણા મગજ દ્વારા ઘણા રસાયણો બહાર પાડવામાં આવે છે, જે આપણી લાંબી પીડાને દૂર કરે છે. આનાથી શરીરને જલ્દીથી આરામ અનુભવાય છે.
Leave a Reply