મહાદેવને સાચા મનથી યાદ કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશી આવે છે, સોમવાર એટ્લે ભગવાન શંકર નો વાર અને ભક્તો પ્રભુ ને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર અભિષેક અને બીજી ઘણી વસ્તુઓ ચઢાવે છે. ભક્ત તેમના સાચા મનથી યાદ કરે છે અને તેમની પૂજા કરે છે તેવા મહાદેવ, ભગવાન શિવની પૂજા કરીને ભક્તો તેમનો આશીર્વાદ મેળવે છે
ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે અને તેઓ હકીકત માં પણ દરેક દેવતાઓ કરતા વધારે ભોળા છે અને તેઓ પોતાના ભક્તો ની શ્રદ્ધા અને ભાવ થી તરત જ પ્રસન્ન થઇ જાય છે. જો તમે પણ કોઈ પરેશાનીમાંથી છૂટકારો મેળવવા ઈચ્છો છો ? તો સોમવાર આમાથી અચૂક કોઈ ટોટકાનો કરો પ્રયોગ.
જો તમે આ ઉપાય કરો છો તો મહાદેવ તમારા તેઓ તમામ પ્રકારના રોગોને દૂર કરશે, તેમની કૃપાથી તમારું શારીરિક સ્વાસ્થ્ય સુધરશે અને તમે તમારા દુ:ખોથી છૂટકારો મેળવશો, તો ચાલો જાણી લઈએ એ ઉપાય વિશે..
ઘર અને સંપતિ ને લગતી સમસ્યા માથી છુટકારો મેળવવા માટે તમારે શિવજીને આંકડાના ફૂલની સાથે સાથે ચોખાથી અભિષેક કરો અને મહામૃત્યુંજયનો જાપ કરો. જો તમે મધ અને દૂધ બંને મિક્સ કરીને શિવજીને ચડાવીશો તો તમારી બધીજ મનોકામના પૂર્ણ થશે. આ પ્રયોગ સળંગ પાંચ સોમવાર સુધી કરવો. અને અભિષેક કરેલ દૂધનો પ્રસાદ્દ તરીકે ગ્રહણ કરવો. આમ કરવાથી મનની ઈચ્છા પૂરી થશે.
જીવન માં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માંગે છે તેઓએ સોમવારે શિવજીને દૂધથી સ્નાન કરવી અને લાલ ચંદનથી શિવજીનો શૃંગાર કરો. કેમકે લાલ ચંદન એકદમ ઠંડુ હોય છે અને આમ કરવાથી જીવનમાં પણ શીતળતા પ્રદાન થાય છે.
જે લોકો ને બાઇક કે બીજા વાહન ની સુખની ઈચ્છા છે તે લોકો દર સોમવારે શિવજીને ચમેલીનું ફૂલ ચડાવી અભિષેક કરે, જરૂર એમને વાહન સુખની પ્રાપ્તિ થશે. આમ જો આમાંથી કોઈ પણ એક ઉપાય અજમાવવાથી તમે પૂરી કરી શકો છો તમારી માનો કામના.
પૈસા ને લગતી સમસ્યા હોય અને વારંવાર પૈસા ની તંગી સર્જાતી હોય તેઓએ. દર સોમવારે એક મુંઠી ચોખા લઈને શિવજીનો અભિષેક કરવો. આજે એવા ઘણા લોકો છે જેને એક પણ સંતાન નથી તો જો તમે સંતાન સુખ મેળવવાની ઈચ્છા ધરાવો છો તો દર સોમવારે દૂધમાં ખાંડ અથવા સાકર મિક્સ કરીને શિવજીનો અભિષેક કરવો. સંતાન સુખ જરૂર મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશે.
જો તમારી મનોકામના સારી નોકરી કે ધંધામાં સફળતા મેળવવા ની છે તો તમારે સોમવારના દિવસે મહાદેવનો મધથી અભિષેક કરવો જોઈએ. યાદ રાખો કે મધથી અભિષેક કરતી વખતે ધાર એક સરખી જ રહેવી જોઈએ.
Leave a Reply