પુરાણો અનુસાર ભગવાન શિવ જ જ્ઞાનના દેવતા છે. જે મનુષ્ય શિવજીની પૂજા કરતા હોય તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે.એક વાર ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર બેઠા હતા અને બંનેની વચ્ચે જ્ઞાનની વાતો ચાલી રહી હતી. અને માતા પાર્વતી એ ભગવાન શિવજીને એક પ્રશ્ન પૂછ્યો અને એ પ્રશ્ન એ હતો કે મનુષ્યએ ક્યાં પાપના કારણે સંતાનહીન રહેવું પડે છે.
તે સમયે ભગવાન શિવજી એ માતા પાર્વતીને જે જવાબ આપ્યો તે અમે અહી જણાવીશું,ભગવાન શિવજીએ કહ્યું દેવી સાંભળો જે મનુષ્ય નિર્દય થઈને મૃગો, પ્રાણીઓ અને પક્ષીઓના બાળકોને મારીને ખાઈ જાય છે તે મનુષ્ય મર્યા પછી લાંબા સમય સુધી નરકની યાતના પ્રાપ્ત કરે છે.શિવજી આગળ જણાવે છે કે આવો મનુષ્ય જયારે બધી જ યાતનાઓ સહન કરે છે
પછી લાંબા સમય પછી ફરીથી મનુષ્ય બનીને જન્મ લે છે અને તેને સંતાન સુખ પ્રાપ્ત નથી થતું. અને તે સંતાનહીન થઈને દુખી જ રહે છે અને મૃત્યુ પામે છે.કોઈ પણ પ્રાણી અથવા જીવને દુખ પહોચાડવું એ ખુબ જ મોટું પાપ છે અને તેથી જ મનુષ્યો એ કોઈ પણ પાપ કે અધર્મ કરવાથી બચવું જોઈએ.
જો મનુષ્ય આવી કોઈ પણ ખરાબ કૃત્ય કરે તો તે પાપના ભાગીદાર બને છે તેથી જીવન માં ક્યારેય પણ ના કરવું જોઈએ અને ભગવાનની ભક્તિ તેમજ અન્ય નિસહાય અને મૂંગા પશુ પક્ષીઓની મદદ કરવી જોઈએ. તેનાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે અને જીવન સુખ શાંતિ થી પસાર થાય છે. તેમજ મૃત્યુ પછી પણ તેને સ્વર્ગ માં વાસ મળે છે.
Leave a Reply