આ લીલા પાન ને પીસીને ચહેરા તેમજ વાળ પર લગાવવાથી થાય છે ફાયદો

દરેક લોકોને બધા શાકભાજી ભાવતા નથી. દુનિયામા ઘણા બધા શાકભાજીઓ જોવા મળે છે, પણ આજ આપને એક એવા શાકભાજી વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે જે દુનિયામાં સૌથી શક્તિશાળિ અને તાકાતવર શાક માનવામાં આવે છે, અમે વાત કરી રહ્યા છીએ સરગવા વિશે, જે ઘણા પોષક તત્વો અને ગુણો થી ભરપુર હોય છે.

ઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું. અમે તમને જણાવી દઈએ કે સરગવાને મોરીંગાના નામથી પણ ઓળખવામાં આવે છે. સરગવાનો દરેક ભાગ ફાયદાકારક હોય છે જે કોઇને કોઇ ઔષધીય ગુણો થી ભરપુર હોય છે. ચાલો જાણી લઈએ સરગવાના ફાયદા..

વીર્ય વૃધ્ધિમાં સહાયકઃ સરગવામા વિટામીન “A” સિવાય ઝિંક, કેલ્શિયમ અને આર્યન જેવા મિનરલ તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. પુરૂષોમા વીર્યકણો બનવામાં ઝિંક ની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે અને કેલ્શિયમ લોહીની કમી નથી થવા દેતુ.

હાઈ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરે: હાઈ બ્લડ પ્રેશરના દર્દીને સરગવાના પાનનો રસ નીકળી તેનો કાળો બનાવીને પીવડાવવાથી તેને ફાયદો થશે. સાથે સાથે ઉલ્ટી અને ચક્કરમાં પણ ફાયદો થશે.

UTI મા લાભદાયકઃ નાના બાળકોને દુધ પિવડાવતી માતાઓ માટે સરગવાના ફુલોંનુ સેવન કરવાથી દુધ માં વધારો થાય છે. તે સિવાય સરગવાના ફુલોં ની ચા બનાવીને પિવાથી તેમા રહેલા પૌષ્ટિક તત્વોને લિધે મહિલાઓમા જોવા મળતી UTI ની સમસ્યામા ખતમ થઈ જાય છે.

પાચન ક્રિયામાં ફાયદો: વિટામિન બી કોમ્પલેક્સ, ફોલિક એસિડ, પઇરિડોક્સિન સરગવાના પાનમાં ભરપૂર પ્રમાણમાં મળે છે. આ બધા તત્વો ખોરાક પચવામાં અગત્યનો ભાગ ભજવે છે. સરગવાના પાનમાં રહેલા વિટામિન પાચન ક્રિયાને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. તેના સૂકા પાનના પાઉડરનો ઉપયોગ ગરમ પાણી લઇ શકાય છે.

શારીરિક તાકાત વધારનારઃ શારીરિક શક્તિ ને વધારીને ઉત્તેજના ઉત્પન્ન કરવા અને જનનાંગો ની બિમારીઓ ને દૂર કરવા માટે સરગવો નો ઉપયોગ સાર્વજનિક રીતે ખુબ જ પ્રચલિત છે. સારી સેક્સલાઇફ માટૅ સરગવાની શિંગોનુ સેવન ઉત્તમ ગણાય છે.

ચહેરાનો નિખાર વધારનારઃ સરગવાના પાંદડામાં વિટામીન B, પ્રો વિટામીન, બિટા-કેરાટીન અને પ્રોટીન હોય છે. સરગવાના પાન નો વપરાશ ચહેરાની ચમક પાછી લાવવા અને વાળ ના સારા સ્વાસ્થ્ય માટે કરવામા આવે છે. સરગવાના લીલા પાન ને પીસીને મોઢાં પર તેમજ વાળ પર લગાવવાથી ફાયદો થાય છે.

કેન્સરના ઈલાજ માટે સરગવાનો ઉપયોગ ભોજન કરતા દવામાં વધારે થાય છે. સરગવાના મૂળમાં પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને તેમાં હાઈટોકેમિકલ કંપાઊન્ડ અને એલ્કોનાઈડ મળે છે. એક સ્ટડીમાં જોવા મળ્યું કે સરગવાના મૂળ અંડાશયના કેન્સરના ઉપચાર માટે ખુબ જ પ્રભાવિત હોય છે.

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *