પલાળેલી મગફળીનું સેવન ખતરનાક રોગ સામે આપે છે રક્ષણ.. જાણો એના અન્ય ફાયદા..

પલાળેલી મગફળી બદામ જેવું જ કામ કરે છે, પરંતુ બદામના વધતા ભાવને કારણે, સામાન્ય વ્યક્તિઓ દરરોજ બદામ ખાઈ શકતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે મગફળી ખાવી બદામ ખાવા જેટલું ખુબ જ ફાયદાકારક છે. તે માનવું ખુબ જ મુશ્કેલ છે, પરંતુ મગફળીને પલાળીને પીવાના ફાયદા ઘણા ઓછા લોકો જાણતા હોય છે.

મગફળી સરળતાથી અને સસ્તા માં ઉપલબ્ધ છે. તો આજે અમે તમને જણાવી દઈએ મગફળી ખાવાના ફાયદા. પલાળેલી મગફળી લોહીના પરિભ્રમણને કંટ્રોલમાં રાખી ને શરીરને હાર્ટ એટેક તેમજ હૃદયની અન્ય સમસ્યાઓથી બચાવે છે. મગફળી નું સેવન હૃદય માટે ખૂબ ફાયદાકારક છે.

જો તમે જીમમાં જતા હોય તો સવારે પલાળેલી મગફળી ખાવી જોઈએ. કારણ કે જિમ ગયા પછી શરીરને પ્રોટીન અને  કેલ્શિયમની જરૂર હોય છે. તે સ્નાયુઓને ટોન કરે છે. તેમાં ઓમેગા ૩ ફેટી એસિડ્સ હોય છે. તે ત્વચાના કોષો માટે ખૂબ ફાયદાકારક છે.

મગફળી રંગને સુંદર બનાવે છે. ત્વચાની ચમક વધારે છે.  પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમથી ભરપૂર મગફળીને પલાળીને સવારે ખાલી પેટ પર સેવન કરવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે.

સવારે બાળકોને પલાળીને મગફળી ખવડાવવાથી તેમને વિટામિન અને યાદશક્તિ વધે છે. મગફળી ખાવાથી શરીરમાં એનિમિયા મટે છે. તે શરીરમાં ઉર્જા અને જીવન શક્તિ જાળવી રાખે છે.  મગફળી ભૂખને દૂર કરે છે. દરરોજ ખાવાથી કેન્સરથી બચવામાં પણ મદદ મળે છે.

મહિલાઓએ પલાળેલી મગફળીનું નિયમિત સેવન કરવું જોઈએ. મગફળી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. મગફળી ડાયાબિટીઝ જેવા રોગો માંથી બચાવે છે.  મગફળીમાં વિટામિન-ઇ ભરપૂર માત્રામાં હોય છે.  જે ત્વચાના કોષોને ઓક્સિકરણથી સુરક્ષિત કરે છે અને સ્વસ્થ રાખે છે. તે સૂર્યની યુવી કિરણોથી પણ બચાવે છે.

હૃદય આપે છે અનેક બીમારીમાં રાહત :- મગફળીની વિશેષ ગુણવત્તા એ છે કે તે શરીર પર ખુબ જ સારી રીતે કાર્ય કરે છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટરોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટરોલને વધારે છે. તેમાં મોનો-એનસચુરેટેડ ફેટી એસિડ્સ ખાસ કરીને ઓલિક એસિડ હોય છે, જે હૃદય સંબંધિત રોગોથી રાહત આપે છે.

કેન્સરમાં ફાયદાકારક :- જો તમે થોડા ગ્રામ મગફળી નિયમિત રીતે સેવન કરો છો, તો તેમાં રહેલા ઔષધીય તત્વો તમારા શરીરના પેટના કેન્સર, સ્તન કેન્સર જેવા ગંભીર રોગોના જોખમને ઘટાડે છે. સાથે જ ફંગલ ચેપ માંથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. એટલા માટે મગફળીનું સેવન કરવાથી તમને રોગોમાંથી નિરાકરણ મળે છે અને હંમેશા સ્વસ્થ રહી શકશો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *