સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની સિરિયલમાં સઈએ પાખીની જગ્યા લઇ લીધી છેં. એક સમય એવો હતો જ્યારે સઈ પાખીથી ડરતી હતી. પાખીને હવે લાગે છે કે સાઈ તેના લગ્ન તોડી નાખશે.પાખી પોતાની જ જાળમાં ઊંડે ફસાઈ ગઈ છે.
સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં અત્યાર સુધી તમે જોયું હશે કે પાખી સઈ અને વિરાટને સ્કૂલની બહાર વાત કરતા જોઈ જાય છેં. વિરાટ અને સઈને સાથે જોઈને પાખી ચિડાઈ જાય છે. પાખી વિરાટ સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે.
જોકે, વિરાટ પાખીને ખાતરી આપે છે કે તેની અને સઈ વચ્ચે કંઈ થઈ શકે નહીં.વિરાટે ખૂબ સમજાવ્યા પછી પણ પાખી આ વાત સ્વીકારતી નથી. આવનાર એપિસોડમાં પાખી પર બીજો દુ:ખનો બીજો પહાડ તૂટી પડવાનો છે.
સીરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં તમે જોશો કે વિરાટ વિનાયક સાથે સઈના ઘરે પહોંચશે. વિનાયક અને વિરાટને જોઈને સવી ખુશ થશે. ઘરે, સઈ અને વિરાટ બાળકો સાથે ગોલગપ્પા ખાવાની સ્પર્ધા કરશે. આ દરમિયાન વિરાટ અને સઈ પાસ્ટના તેમના વીતેલા દિવસોને યાદ કરશે.
વિરાટને યાદ હશે કે તે કેવી રીતે સઈ સાથે તેને રસ્તા પર લારી પર ગોલગપ્પાની મજા માણી હતી. વિરાટ સમજી જશે કે સઈની જેમ સવીને પણ ગોલગપ્પા ખાવાનો શોખ છે. ગોલગપ્પા સ્પર્ધામાં સવી વિનાયકને હરાવશે.જે પછી સઈ અને વિરાટ બાળકો સાથે મળીને પેટિંગ કરશે.બીજી તરફ ભવાની બધાની સામે અશ્વિનીને ક્લાસ આપે છેં.
ભવાની દાવો કરશે કે અશ્વિનીની એક જીદને કારણે વિરાટ અને પાખીના લગ્ન જોખમમાં છે. બીજી બાજુ, પાખીને કામ કરવામાં મન લાગતું નથી. પાખી સઈ અને વિરાટને વારંવાર ફોન કરે છેં. પાખી પોતાનું તમામ કામ છોડીને સઈના ઘરે પહોંચશે. અહીં પાખી વિરાટ અને સઈને એકસાથે જોઈ લેશે. સાઈ અને વિરાટને એકસાથે જોઈને પાખી પોતાના મન નુ સંતુલન ગુમાવી દેશે.
Leave a Reply