પાખી સાથે લગ્ન કરીને પછ્તાયો અધિક, માંગશે છૂટાછેડા પરંતુ પાખી ચાલશે મોટી ચાલ….

‘અનુપમા’નો વર્તમાન ટ્રેક દર્શકોને પસંદ આવી રહ્યો છે.આ અઠવાડિયે સિરિયલ ફરી એકવાર ટીઆરપીમાં નંબર વન પર પહોંચી ગઈ છે. અનુપમાની ખાસ વાત એ છે કે હવે મેકર્સ સિરિયલમાં ઘણા વધુ ટ્વિસ્ટ લાવવાના છે.

અધિક અને પાખીના લગ્ન થઈ ગયા છેં. પરંતુ પાખીને અનુપમા દ્વારા કપાડિયાના હાઉસની બહાર ધકેલી દેવામાં આવે છે.અધિક અને પાખી હવે શાહ હાઉસમાં પડોશી તરીકે સાથે રહે છે.તે જ સમયે, હવે ડિમ્પલે પણ શોમાં એન્ટ્રી કરી છે.

અહીં, પાખી અધિક સાથે રહે છે પરંતુ પાખીના વધુ પડતો ખર્ચતાંથી હવે તેં કંટાળી ગયો છે ‘અનુપમા’ના આગામી એપિસોડમાં જે પણ બતાવવામાં આવશે તે ખૂબ જ રસપ્રદ હશે.અનુપમાએ ડિમ્પલની લડાઈને પોતાની માની લીધી છે અને બીજી તરફ પાખી હવે વધુ નારાજ છે. અધિક મહેનત કરીને પોતાનું ઘર ચલાવવા માંગે છે પરંતુ પાખીને લક્ઝરી અને પૈસાથી ભરેલું જીવન જોઈએ છે.

 

View this post on Instagram

 

A post shared by Anupamaa.show_1 (@anupama_show_1)


પાખી દરરોજ ઘણા પૈસા ખર્ચે છે અને બીજી તરફ, અધિક હવે પાખીની આ હરકતોથી પરેશાન છે.આ બધાથી વ્યથિત, અધિક પાખીને કહે છે કે તેણે પહેલા તેનો અભ્યાસ પૂરો કરવો જોઈએ અને તેના શોખ જાતે પૂરા કરવા જોઈએ અને તેણે વધારે ખર્ચ કરવો જોઈએ નહિ..આગળ ‘અનુપમા’માં બતાવવામાં આવશે કે અધિકની આ વાતોથી પાખી ખૂબ ગુસ્સે થઈ જશે.

જો સીરિયલ ગોસિપ રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો પાખીએ શા માટે અધિક સાથે લગ્ન કર્યા તે અધિકને સમજાશે. આટલું જ નહીં, અધિકને અફસોસ થશે કે તેણે પાખી સાથે લગ્ન કેમ કર્યા..?? અધિક આખરે પાખીને છૂટાછેડા આપવાનો નિર્ણય લેશે..

પાખી મોટી રકમ માંગશે

સીરિયલમાં આગળ એ પણ બતાવવામાં આવશે કે પાખી પોતાની જિંદગી માંથી અધિકને આટલી આસાનીથી જવા દેશે નહીં.પાખી છૂટાછેડાના બદલામાં મોટી ભરણપોષણ માટે મોટી રકમ માંગશે બીજી તરફ, પાખીની હરકતોથી અધિક ચોંકી જશે.

સમર-ડિમ્પલ લગ્ન કરશે

આગામી એપિસોડમાં એ પણ બતાવવામાં આવશે કે ડિમ્પલ અને સમર એકબીજા સાથે લગ્નગ્રંથિથી બંધાશે..બીજી તરફ, બા અને વનરાજને આ લગ્નમાં મુશ્કેલી પડશે.આ લગ્નમાં અનુપમા અને અનુજ સમર અને ડિમ્પલને સપોર્ટ કરશે. અનુજ અને અનુપમા માટે આ સામાન્ય લગ્ન હશે.આ બધા વચ્ચે પાખી શું કરે છે તે જોવું રસપ્રદ રહેશે…


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *