પાખી પાસેથી બ્રેક માંગશે અધિક, તો પાખી કરશે ખોટી પ્રેગનેન્સી નું નાટક….

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અભિનિત અનુપમા સિરિયલ આ દિવસોમાં ખુબ જ ચર્ચામાં છે.જો કે અનુપમા ટીઆરપી લિસ્ટમાં ટોપ 5માં છે, પરંતુ મેકર્સ નંબર 1ની પોજીશન પર પાછા ફરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

ગયા દિવસે રૂપાલી ગાંગુલીના અભિનિત શોમાં બતાવવામાં આવ્યું હતું કે અનુજની વાત સાંભળીને પાખી અધિકને સોરી કહેવા આવે છે, પરંતુ અનુપમા,અધિક અને ડિમ્પલને સાથે જોઈને તેનો ગુસ્સો વધી જાય છે. બીજી તરફ વનરાજ અનુજ વિશે અનુપમાને ફરિયાદ કરે છે, ત્યારબાદ અનુજ અને અનુપમા વચ્ચે ઝઘડો પણ થાય છે. પણ ‘અનુપમા’માં આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સ અહીં પૂરા થતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Anupama 🥀 (@anupamastarplusofficial.01)


અનુપમા અનુજની માફી માંગશે

‘અનુપમા’ આગળ બતાવશે કે અનુજ સ્પષ્ટપણે અનુપમાને કહે છે કે હવેથી તે તેની અને તેના બાળકોની વચ્ચે બિલકુલ નહીં આવે. અનુપમા આ સાંભળીને ચોંકી જાય છે. તે થોડો સમય અસ્વસ્થ રહે છે અને પછી જઈને અનુજની માફી માંગે છે. તે અનુજને ગળે લગાવીને રડે છે, જ્યારે અનુજ પણ કહે છે કે મને તે બિલકુલ ગમ્યું નથી.કારણ કે જ્યારે પણ હું મારી અનુને મુશ્કેલીમાં જોઉં છું ત્યારે મારું દિલ અને મન મારા કાબુમાં રહેતું નથી…

અનુજ અનુપમાને શાહ પરિવારથી દૂર રહેવાનું કહેશે.

‘અનુપમા’માં અનુજ અનુપમાને તેમના સંબંધોમાં લક્ષ્મણ રેખા દોરવા કહેશે. તે કહેશે કે તમે બાળકોની માતા છો, પરંતુ સંબંધોમાં એક રેખા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.પાખી , કિંજલ, કાવ્યા, તોશુ, પાખી, સમર, છોટી, વનરાજ કે હું, હોય.. તમારે આ દરેક વ્યક્તિ માટે સબંધમાં એક લાઈન તો રાખવી જોઈએ. તમારી આદતને ધીમે-ધીમે બદલવી પડશે..

‘અનુપમા’ આગળ બતાવશે કે પાખી ફરી એકવાર કાપડિયા હાઉસની મુલાકાત લેશે અને ફરી એકવાર અધિક અને ડિમ્પલને એકસાથે જોઈને ભડકી જશે.તે તેના પતિને કહેશે કે હું અહીં માફી માંગવા આવી હતી, પણ અહીં તો તમે હસી હસીને વાતો કરી રહ્યા છો.. જેમાં અધિક પણ જવાબ આપે છે કે દિલથી માફી માંગવાની હોઈ… બંનેના વર્તન પર અનુજ ગુસ્સે થઇ જાય છેં અને બુમ પાડે છેં કે જો તમારે લડવું હોય તો મારા ઘરની બહાર જઈને લડો..અધિક પાખીને કહે છે, “મને લાગે છે કે આપણને બ્રેકની જરૂર છે.”

સંબંધ બચાવવા માટે પાખી નકલી પ્રેગ્નન્સીની રમત રમશે

ટીવી ન્યૂઝ શો ‘અનુપમા’માં મનોરંજનના સમાચારનો ડોઝ અહીં પૂરો થતો નથી. શો વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે પાખી અધિક સાથેના સંબંધોને બચાવવા માટે નકલી પ્રેગ્નેન્સીની રમત રમશે.આટલું જ નહીં, તે ડિમ્પલની ફરિયાદ વનરાજને પણ કરશે, ત્યારબાદ વનરાજ અનુજને ડિમ્પલને તેના ઘરની બહાર ધકેલી દેવાનું કહેશે..


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *