ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે જે દર્શકોને શો સાથે જોડી રાખે છે અને પ્રેમ વરસાવતું રહે છે.છેલ્લા એપિસોડમાં તમે જોયું કે કેટલાક લોકો અનુપમાને ફોલો કરે છે અને અનુપમા પર હુમલો કરે છે.હુમલાખોરો અનુપમાના વાળ ખેંચે છે.જે બાદ તે અનુપમાની સાડી ખેંચે છે.
આ સાથે હુમલાખોરો બળાત્કારની ધમકી પણ આપે છે. હુમલાખોરની વાત સાંભળીને અનુપમા ડરી જાય છે.આજના એપિસોડમાં અનુપમાની હાલત જોઈને અનુજ ડરી જાય છે. તે પોતાની જાતને સંભાળી શકતો નથી
વનરાજ પાછો આવશે
આજના એપિસોડમાં તમે જોશો કે અનુપમા ઉદાસ અવસ્થામાં ઘરમાં પ્રવેશે છે અને અનુજ તેને જોઈને ચોંકી જાય છે. તેને અનુપમાને પાણી પીવડાવ્યું અને પૂછ્યું શું થયું. અનુપમા બધું સાચું કહે છે ત્યારપછી અનુજ સખત નિર્ણય લેવાનું વિચારે છે.
ડિમ્પી આ વાત સાંભળીને ડરી જાય છે અને કહે છે કે આ બધું મારા કારણે થઈ રહ્યું છે પરંતુ અનુપમા સમજાવે છે કે એ તેની ભૂલ છે અને અમે ડરી ગયા છીએ.તેં લોકોને સાથે મળીને સજા મળશે.અનુપમા ડિમ્પીને ખુશ કરવાનો પ્રયાસ કરે છે જ્યારે અનુજ તેની છોટીને લેવા માટે નીકળી જાય છે.
પાખી ગુમ થશે
બીજી બાજુ વનરાજને બધું ખબર પડી જાય છે.તે કહે છે કે આટલું બધું થયું અને કોઈએ તેને કહ્યું નહીં. અનુપમા મદદ કરી રહી છે, સારી વાત છે પરંતુ તેના પરિવારને જોખમમાં મૂકે છેં. જે બાદ ખબર પડી કે પાખી ઘરે આવી નથી. દરેક જણ ડરી જાય છે.
પાખી દોડતી આવી અને કહે છે કે કેબ ડ્રાઈવરે તેની સાથે ખરાબ વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. વનરાજ આ સાંભળીને ચોંકી જાય છે અને કહે છે કે જો આજે પાખીને કંઈક થયું હોત તો અનુપમાનું તેં શું કર્યું હોત.? આગામી એપિસોડમાં ડિમ્પી ઘર છોડવાની વાત કરશે.
Leave a Reply