સ્ટાર પ્લસની લોકપ્રિય ટીવી સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર કો’ને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.આ સીરિયલના આગામી એપિસોડમાં સઈ અને વિરાટ સઈના ઘરે એકસાથે રાત વિતાવતા બતાવવામાં આવશે.
આ સાથે પાખીના ખતરનાક અકસ્માતના સમાચાર પણ આવી રહ્યા છે.જો કે આ દુર્ઘટના અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.વાસ્તવમાં વિરાટ અને સાઈ તેમના બાળકો માટે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. વિરાટ સવી દ્વારા ઘણું કહેવા પછી અને વિનાયકના આગ્રહને કારણે સઈના ઘરે રહે છે. વિનાયક અને સવી સાથે વિરાટને આ રીતે જોઈને સાઈની આંખોમાં આંસુ આવી જાય છે.
પાખીને મોટો આંચકો લાગશે.
જ્યારે પાખીને ખબર પડી કે વિરાટ અને વિનાયક સઈના ઘરે રાત રોકાવાના છે. તેથી તે સઈના ઘરે પહોંચે છે. જ્યાં તે વિરાટને સઈની સાથે શર્ટ વગર જોઈને ચોંકી જાય છે. સઈ અને વિરાટે પાખીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે વિરાટે તેનો શર્ટ ઉતારવો પડ્યો કારણ કે સવીને ઉલ્ટી થઈ હતી.પણ પાખી કોઈનું સાંભળતી નથી અને ત્યાંથી જતી રહે છે.
પિકનિક દરમિયાન મોટો અકસ્માત થશે
જ્યારે વિનાયક અને સવી વિરાટ અને સઈ સાથે પિકનિક પર જવાની વાત કરે છે, ત્યારે ખબર પડે છે કે તેમના પેરન્ટ્સ પણ પિકનિકમાં ભાગ લેશે. જ્યારે પાખી ના પાડે છે, ત્યારે વિરાટ બાળકોને કહે છે કે પાખી તેમની સાથે નથી આવી રહી. છતાંપણ પાખી વિનાયક સાથે પિકનિક પર જાય છે. જ્યાં વિરાટ, પાખી, સઈ અને બાળકો બધા અકસ્માતનો શિકાર બને છે.
આ અકસ્માતમાં જ્યાં વિરાટ સઈને બચાવવામાં સફળ થાય છે પરંતુ પાખી બસની સાથે ખાઈમાં પડી જાય છે અને પાખીને ખૂબ જ ખતરનાક અકસ્માતનો સામનો કરવો પડે છે. આ અકસ્માત પછી પાખીની હાલત ખૂબ જ નાજુક થઈ જાય છે, જેના માટે વિરાટ પોતાને જવાબદાર માનવા લાગે છે. હવે આ સ્ટોરીમાં શું મોટો વળાંક આવશે તે જોવું રસપ્રદ રહેશે..
Leave a Reply