પાખી ને આપેલો વાયદો તોડશે વિરાટ, સઈ સાથે એક ટીમ બનીને કામ કરવા માટે થશે ખુશ….

સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં નવો વળાંક આવવાનો છે. ડીઆઈજી સર વિરાટ અને સાઈ બંનેને એક ટીમ તરીકે સાથે કામ કરવાની ઓફર કરે છે.પાખી આ વાતથી નારાજ થઈ જાય છે.પરંતુ વિરાટે તેને દિલાસો આપે કે તે આ ઓફરને ફગાવી દેશે.

સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે વિરાટની આઈ અશ્વિની તેના નિર્ણય વિશે જાણ્યા પછી ખૂબ જ ખુશ છે.બીજી બાજુ, સઈ નોકરીના ઈન્ટરવ્યુ માટે ઘરેથી નીકળી જાય છે. ઉષા આંટી તેને પૂછે છે કે શું તે કમિશનર સાહેબની ઓફર સ્વીકારી રહી છે?? ત્યારે સઈ કહે છે કે તે ડિઆઇજી સરની ઓફરને રિજેક્ટ કરી રહી છે અને બીજા જોબ ઈન્ટરવ્યુ માટે બીજે જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ghkkpm💐 (@saivirat100)


સાઈ પોતાનો જવાબ આપવા કરવા કમિશનરની ઓફિસે જાય છે. વિરાટ પણ ત્યાં જ હોય ​​છે.બંને ઓફિસની બહાર બેઠા છે જ્યારે કોન્સ્ટેબલ મોહિતેની પુત્રી રૂપા વિરાટ પાસે જાય છે અને તેના પિતાને બચાવવા બદલ તેમનો આભાર માને છે.

રૂપા કહે છે કે તેના પિતા તેના માટે સર્વસ્વ છે અને તે મોટી થઈને ડોક્ટર બનવા માંગે છે.આ બધું સાંભળીને સઈને તેના પિતા યાદ આવે છે. સઈ અને વિરાટ ડીઆઈજી સરને પોતાનો નિર્ણય જણાવે છે. વિરાટનું કહેવું છે કે જો તે હા કહેશે તો તેના અંગત જીવનમાં ઘણો હચમચાટ મચી જશે.

પરંતુ તે હા કહી રહ્યો છે કારણ કે તે હંમેશા તેની પર્સનલ લાઈફ કરતાં તેની ફરજને પ્રાથમિકતા આપે છે. જ્યારે સઈ કહે છે કે તેનો નિર્ણય પણ હા છે કારણ કે જો તે અન્ય પોલીસ અધિકારીઓનો જીવ બચાવે તો તેના માટે તેના પિતાને શ્રદ્ધાંજલિ હશે..


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *