ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે જે દર્શકોને શો સાથે જોડી રાખે છે અને સતત પ્રેમ વરસાવતું રહે છે.છેલ્લા એપિસોડમાં, તમે જોયું કે વિજેન્દ્ર બે લોકોને અનુપમા અને ડિમ્પી સમજીને કિડનેપ કરે છે, પરંતુ હકીકતમાં તેં તેની પુત્રી અને પત્ની હોવાનું બહાર આવ્યું છે.
અનુપમા બંનેને બધાની સામે એક્સપોઝ કરે છે. વિજેન્દ્રની પત્ની નક્કી કરે છે કે તે તેના નામનુ સિંદૂર નહીં લગાવે અને ના તો મંગળસૂત્ર પેહરે. અને તેઓ બંનેના મૃત્યુ માટે પ્રાર્થના કરે છે.જે પછી પોલીસ આવે છે અને બંનેની ધરપકડ કરે છે. આજના એપિસોડમાં દરેક અનુપમાના વખાણ કરશે.
View this post on Instagram
મનનને તેની ભૂલનો અહેસાસ થશે
આજના એપિસોડમાં તમે જોશો કે આરોપી વિજેન્દ્ર અને મનનની ધરપકડ કરવામાં આવી છે.ધરપકડ બાદ તમામ મહિલાઓ અનુપમાનો આભાર માને છે અને કહે છે કે તેઓ અનુપમા જેવા બનવા માંગે છે. અનુપમા તમામ મહિલાઓને કહે છે કે કોઈ પણ સમસ્યા પોતાની મનમાં ન રાખો, તેના વિશે ખુલીને વાત કરો અને સમસ્યાનું સમાધાન કરો.
સિરિયલમાં થોડા દિવસોનોં લિપ જોવા મળી રહ્યો છેં.જે બાદ કપાડિયા હાઉસમાં બધુ બરાબર ચાલી રહ્યું છે.અંકુશ અને બરખા પણ નવા ઘરની વ્યવસ્થા કરી રહ્યા છે પરંતુ પાખી અને બા શાહ હાઉસમાં ભૂકંપ લાવવાના છે. બા એકબાજુ ખુશ નથી કે ડિમ્પી હજુ પણ અનુપમા સાથે રહે છે અને સમર સાથે વાત કરે છે.
View this post on Instagram
પાખી તેનોં અસલી રંગ બતાવશે
શાહ હાઉસમાં પણ ખુશનુમા વાતાવરણ છે પણ પાખીએ રાબેતા મુજબ બધાનો મૂડ બગાડી દીધો. તે અધિક વગર શાહ હાઉસમાં રહે છે અને દરેકને ઓર્ડર આપતી ફરે છેં. સમર તેની વાત સાંભળતો નથી અને કહે છે કે આ ઘર હોટલ નથી…
જે બાદ તે કિજલ અને કાવ્યા સાથે પણ ખરાબ વર્તન કરે છે. અનુપમા શાહ હાઉસ પહોંચે છે જ્યાં તે પાખીની હરકતોથી પરેશાન થઈ જાય છે. તેને ખબર પડે છેં કે તે તમામ કામ અધિક પાસે જ કરાવે છે અને એકવાર તેણે અધિકના કપડા બાપુજી પાસે પ્રેસ કરાવ્યા હતા. બંને વચ્ચે કામને લઈને ઝઘડો થાય છે. જે અનુપમા જોઈ જાય છેં.
Leave a Reply