ટીવીની ધમાકેદારસિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. આયેશા સિંહ અને નીલ ભટ્ટ અભિનીત સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સતત એવા ટ્વિસ્ટ અને ટર્ન્સ લઈ રહી છે જેણે શો પ્રત્યે લોકોનો ઉત્સાહ વધાર્યો છે.
ઘણી વખત શોના મેકર્સ પાખી અને વિરાટને નજીક લાવવા માટે દર્શકો વારંવાર મેકર્સને ટાર્ગેટ કરતા રહે છેં. વિરાટ, પત્રલેખા અને સઈ ટૂંક સમયમાં સિરિયલમાં એક ભયાનક અકસ્માતનો સામનો કરશે.આ અકસ્માતમાં વિરાટ સઈ અને પાખીમાંથી માત્ર એકને જ બચાવી શકશે.પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે અકસ્માત બાદ એક પાત્ર શોમાંથી હંમેશા માટે બહાર થઈ જશે.
View this post on Instagram
ટેલી સર્જકોના સમાચાર મુજબ, અકસ્માત બાદ સઈનું પાત્ર સમાપ્ત થઈ શકે છે, પત્રલેખા નહીં. શો વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ સઈ વિરાટ અને પત્રલેખાના જીવનમાંથી નીકળી જશે અને શોમાં તેનું પાત્ર પણ ખતમ થઈ શકે છે.
જો કે આ વાતની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જણાવી દઈએ કે પહેલા એવું માનવામાં આવતું હતું કે પત્રલેખા અકસ્માતમાં ખાડામાં પડી જશે અને શોમાં તેનું પાત્ર ખતમ થઈ જશે.
View this post on Instagram
ગુમ હૈ કિસી કે પ્યાર મેમાંથી સઈની એક્ઝિટ પર ચાહકોએ આ રીતે પ્રતિક્રિયા આપી
ટીવી શો ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’માંથી સઈના પાત્રને ખતમ કરવાની વાત પર ચાહકો ખુબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ તો થવાનું જ હતું. મેકર્સ સઈ સાથે કંઈ સારું નથી કરી રહ્યા. મેકર્સએ પાખીને મારી નાખવી જોઈએ.
આ રીતે આ સંપૂર્ણ રીતે પક્ષપાતી શો છે.” જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે, ” સારું થયું છે, અમે આ શો માત્ર આયેશાના કારણે જ જોઈ રહ્યા હતા. હવે અમારે આ શૉ વધુ જોવાની જરૂર નથી, અમે આયેશાને કોઈ અન્ય સિરિયલમાં જોવા માંગીએ છીએ.”
Leave a Reply