જો તમારી દિનચર્યા સંતુલિત નથી તો તમને દિવસભર કોઈ નાની નાની તકલીફોનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્ય સારું રહે, હેલ્ધી રહીએ તે માટે પાચનતંત્ર મજબૂત હોવું જરૂરી છે. જો પાચનતંત્ર નબળું હશે તો તેને કારણે શરીરમાં અનેક રોગ ઘર કરી શકશે.પાચનતંત્રની નબળાઇને કારણે ગેસ, અપચો, એસિડિટી અને કબજિયાતનો સામનો પણ કરવો પડતો હોય છે.
આવી સમસ્યાની અસર તમારા મગજ ઉપર પણ પડે છે. આ સમસ્યા ન થાય અને પાચનતંત્ર મજબૂત બને તે માટે તમે અમુક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.હૂંફાળું પાણી પીવું ભાગ્યે જ કોઇને ગમતું હોય છે. ઠંડા પાણીથી સંતોષ પ્રાપ્ત થાય તેવું કહેતા ઘણા લોકો હોય છે, પણ તેઓ એ નથી જાણતા કે ઠંડા પાણીથી પાચનતંત્ર પર નકારાત્મક અસર થાય છે.
શરીર માટે પાણી સૌથી જરૂરી વસ્તુઓમાંનું એક છે, આપણું શરીર હાઇડ્રેટ રહે તે ખૂબ જરૂરી છે, પાણી શરીરના કચરાને બહાર કાઢવાનું કામ પણ કરે છે. ગરમ પાણી પીવાથી પાચનશક્તિ મજબૂત બને છે.ઊંઘ નો આપણા શરીર સાથે ગાઢ સબંધ છે. જેવી રીતે આપણા માટે ભોજન કરવું જરૂરી છે
બસ એવી રીતે આપણા માટે ઊંઘ પણ જરૂરી છે. વગર સારી ઊંઘે સારા સ્વાસ્થ્ય ની કલ્પના કરવું પણ મુશ્કેલ છે. એક દિવસમાં ૮ થી ૯ કલાક ની સારી ઊંઘ જરૂર લો.જરૂરિયાત થી વધુ ભોજન લેવું આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. વધુ ખાવાથી આપણને અપચો થઇ શકે છે. જેટલી ભૂખ હોય આપણે એટલું જ ખાવું જોઈએ.
ઘણી વખત લોકો સ્વાદની માથાકુટમાં વધુ ખાવાનું ખાઈ લે છે અને પાછળથી તેને પછતાવું પડે છે. તમે આવું ન કરો. ખાવાથી વધુ મહત્વ આપણા શરીરને આપો.વધુ ભોજન લેવાથી આપણા પાચનતંત્ર ઉપર વધુ દબાણ પડે છે જે યોગ્ય નથી. આમ કરવાથી એટલા માટે બચો.રોજિંદા ખોરાકમાં વિટામિન સી યુક્ત વસ્તુઓ હોવી ખૂબ જરૂરી છે.
વિટામિન સી પાચનક્રિયાને મજબૂત બનાવવામાં લાભદાયી બની રહે છે. વિટામિન સીયુક્ત ખોરાકમાં ફાઇબરની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેમજ તેની અંદર સાઇટ્રિક એસિડની માત્રા હોવાથી પચવાની ક્રિયા સારી રીતે થાય છે. બ્રોકોલી, સંતરાં, સ્ટ્રોબેરી, કીવી, લીંબુ વગેરે ખાટાં ફળોનું સેવન દિવસમાંથી એક વાર ચોક્કસ કરવું જોઇએ.
Leave a Reply